<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

અયોધ્‍યા ચોક યોગરાજ પાર્કમાં વૃધ્‍ધા કુંવરબેન રાઠોડની સળગી જઇ આપઘાત

શ્વાસની બિમારીથી કંટાળી મોડી રાતે પગલુ ભરી લીધું

રાજકોટ તા. ૧૯: દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ અયોધ્‍યા ચોક પાસે યોગરાજ પાર્ક-૨ નટરાજ નામના મકાનમાં રહેતાં કુંવરબેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૯૦) નામના વૃધ્‍ધાએ રાતે ઘરે અગ્નિસ્‍નાન કરી લેતાં ઘટના સ્‍થળે જ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મોડી રાતે ત્રણેક વાગ્‍યે કુંવરબેને શરીરે જ્‍વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં. ધુમાડા નીકળતાં પરિવારજનો દોડી જતાં તે સળગેલા અને બેભાન મળ્‍યા હતાં. ૧૦૮ને જાણ થતાં તેના પાઇલોટ અને ઇએમટી પહોંચ્‍યા હતાં. તબિબ જયાબેને વૃધ્‍ધા કુંવરબેનને મૃત જાહેર કરતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ એ. વી. ગોંડલીયાએ  જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ડી. બી. કારેથાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ કુંવરબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્રી છે. પતિ હયાત નથી. તેમને શ્વાસની બિમારી સહિતની તકલીફ લાગુ પડી હોઇ કંટાળી જઇ આ પગલુ ભરી લીધું હતું.

(2:49 PM IST)