<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

હનુમાન મઢી છોટુનગર હોલ નજીકથી ઇસ્‍માઇલ અલાણાને એસઓજીએ તમંચા-કાર્ટીસ સાથે દબોચ્‍યો

પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણાની ટીમની કામગીરીઃ ફિરોઝભાઇ અને દિગ્‍વીજયસિંહની બાતમીઃ યુપી તરફથી આવ્‍યાનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડ મેળવવા તજવીજ ઇસ્‍માઇલ અગાઉ જુનાગઢમાં રાયોટીંગ સહિત બે ગુનામાં પણ સંડોવાઇ ચુક્‍યો છે

રાજકોટ તા. ૧૯: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ છોટુનગર કોમ્‍યુનિટી હોલ સામે રહેતાં શિવપરા-૩માં રહેતાં ઇસ્‍માઇલ બસીરભાઇ અલાણા (ઉ.વ.૩૩)  નામના શખ્‍સને શહેર એસઓજીએ તેના ઘર નજીક લીમડાના ઝાડ નીચેથી દેશી બનાવટના પાંચ હજારની કિંમતના તમંચા અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધો છે. આ તમંચો યુપી તરફથી આવ્‍યાનું તે રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેર એસઓજીની ટીમ સંવેદનશીલ વિસ્‍તારોમાં પેટ્રોલીંગ કરી ગેરકાયદે હથીયાર ધરાવતાં શખ્‍સોને શોધવાના કામે લાગી હતી ત્‍યારે હેડકોન્‍સ. ફિરોઝભાઇ રાઠોડ અને દિગ્‍વીજયસિંહ ગોહિલને બાતમી મળતાં છોટુનગર કોમ્‍યુનિટી હોલ સામે જ રહેતાં અને નોનવેજનો ધંધો કરતાં ઇસ્‍માઇલ અલાણાને તમંચા-કાર્ટીસ સાથે પકડી લીધો હતો. પુછતાછમાં તેણે રટણ કર્યુ હતું કે પોતાને માથાકુટ ચાલતી હોવાથી યુપી તરફથી આ હથીયાર મંગાવ્‍યું હતું. જો કે તેની વાતમાં કેટલુ સત્‍ય છે? તેની તપાસ હવે પછી થશે. આ શખ્‍સ અગાઉ જુનાગઢમાં રાયોટીંગ, જાહેરનામા ભંગના ગુનાઓમાં પકડાયો હતો. વધુ કોઇ ગુના તેના નામે છે કે કેમ? તેની તપાસ પણ હાથ ધરાઇ છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્‍વીજયસિહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, ઉપેન્‍દ્રસિંહ ઝાાલ અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારે આ કામગીરી કરી હતી.  વધુ તપાસ માટે રિમાન્‍ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(2:49 PM IST)