<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

મનપાના આરોગ્‍ય વિભાગ ઉપર પસ્‍તાળઃ ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે તૂ...તૂ..મૈ..મૈ..

મનપાના બોર્ડમાં શાસક પક્ષના સભ્‍યો આરોગ્‍ય વિભાગ પર તૂટી પડયા : આરોગ્‍ય કેન્‍દ્રમાં લોલંલોલ : વિનુભાઇ ધવાનો ધડાકો : અધિકારીઓ મુલાકાત ન લેતા હોય વિજીલન્‍સ તપાસની માંગ કોર્પોરેટર કરતા સભામાં સોંપો

મચ્‍છર કયાંથી આવ્‍યાઃ વિપક્ષ ને કાઢો, વચ્‍ચે ના બોલો, ફોટા પડાવવા, અમને ચર્ચા કરવા દો, વારંવાર આગની દુર્ધટના સહિતના શબ્‍દોથી બોર્ડ ગાજયું :  રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સામાન્‍ય સભામાં ભાજપના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટ મંજુબેન કુંગસીયાના મેલેરીયા વિભાગની કામગીરીના પ્રશ્નની ચર્ચાનો પ્રારંભ થયો હતો. આ દરમ્‍યાન જયમીન ઠાકર, પુષ્‍કર પટેલ, મનીષ રાડીયા, સુરેન્‍દ્રસિંહ વાળા તથા વશરામભાઇ સાગઠિયા, જયોત્‍સનાબેન ટીલાળા, નીતીન રામાણી સહિતના સભ્‍યોએ મચ્‍છરો કયાંથી આવ્‍યા, વિપક્ષને કાઢો, વચ્‍ચેનો બોલો, ફોટા પડાવવા ૧પ મિનિટ વહેલુ બોર્ડ બોલાવેલ અમને ચર્ચા કરવા દો, વારંવાર આગની દુર્ઘટના, કેલેન્‍ડર સહિતના શબ્‍દો બોર્ડમાં ગુંજયા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૬.૧૮)

રાજકોટ તા. ૧૯: મ્‍યુનિ. કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં એક કલાકના પ્રશ્‍તોતરી કામમાં ફરી વખત માત્ર એક કોર્પોરેટરના સવાલના જવામાં પુરૂ બોર્ડ સમાપ્ત થઇ ગયું હતું. ક્રમ પ્રમાણે વિપક્ષના સભ્‍યોનો વારો ખુબ પાછળ હોય, અર્ધો કલાક સુધી ચર્ચાઓ બાદ વિપક્ષના સભ્‍યએ પાણી,મચછરનો ત્રાસ યથાવત, કેલેન્‍ડર તથા આગ સહિતના પ્રશ્‍નોની ચર્ચા માટે  કહેતા શાસકોએ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રથમ પ્રશ્‍નોનો જવાબ ડે. કમિશનર ચોપત નંદાણી દ્વારા આપવામાં આવી રહ્યો હતો. ત્‍યારે શાસક પક્ષના સભ્‍ય વિનુભાઇ ધવાએ આરોગ્‍ય વિભાગના અધિકારી ઉપર તડાપીટ બોલાવી આરોગ્‍ય કેન્‍દ્રમાં લોલંલોલ ચાલતુ હોવાનું અને અધિકારીઓ સ્‍થળ મુલાકાત ન લેવા હોવાની તડાપીટ બોલાવતા સભામાં સોંપો પડી ગયો હતો.

મનપાના જનરલ બોર્ડમાં દર વખતની માફક આ વખતે પણ એક પ્રશ્ર્‌નના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરવામાં આવી રહ્યો હતો. શાસકપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા મેલેરિયાને લગતી તમામ પ્રકારની કામગીરીનો પેટા સહિતનો પ્રશ્‍નો પુછવામાં આવેલ જેનો જવાબ ડેપ્‍યુટી કમિશનર ચેતન નંદાણી દ્વારા આપવામાં આવ્‍યો હતો.  તે સમયે શાસક પક્ષના પૂર્વ નેતા વીનુભાઇ ધવાએ પ્રશ્નોતરી અટકાવી કહ્યું હતું કે ,  મોટાભાગના આરોગ્‍ય કેન્‍દ્રમાં લોલંમ લોલ ચાલે છે. ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા કયારે પણ ચેકીંગ કરવામાં આવ્‍યું હોય તેમ જાણવા મળેલ નથી. તેમજ આ લોલંમ લોલની વીજીલન્‍સ તપાસ કરવામાં આવે તો અનેક રહસ્‍યો બહાર આવી શકે તેમ  છે. અમે મર્યાદા રાખીએ છીએ એટલે કંઈ બોલતા નથી. પરંતુ તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં તપાસ કરવી જોઈએ તેમ કમિશનર અને મેયરને જણાવતા અધિકારીવર્ગ અને જનરલ બોર્ડમાં સોપો પડી ગયો હતો. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્ર્‌નો વીનુભાઈએ ઉઠાવતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા સહિતના મોજમાં આવી ગયા હતા અને તાળીઓ પાડી વીનુભાઈને અભિનંદન પાઠવતા શાસકપક્ષના જ અમુક કોર્પોરેટરો જંખવાણા પડી ગયા હતાં.

જનરલ બોર્ડમાં આમ તો થઈ ગયેલા કામો અંગેના પ્રશ્‍નો પુછવામાં આવતા હોય છે. આ પ્રશ્‍નોને પ્રજા સાથે લાગે વડગે ન હોય તેવું અનેક વખત સાબિત થયું છે. તે સમયે વિપક્ષ દ્વારા શાસકપક્ષને ભીડવવા અને લોકોની સમસ્‍યાઓ હલ થાય તેવા સવાલો કરવામાં આવતા હોય છે. પ્રશ્‍નોતરીમાં વારો ન આવ્‍યો હોય એટલે ચાલુ પ્રશ્ર્‌નોતરીએ વિપક્ષ દ્વારા દર વખથે ધમાલ અને માથાકુટ કરાતી હોય છે. પરંતુ આજના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા એક-બે વખત ઉભા થઈને મચ્‍છર ઉત્‍પતિ સહિતના પ્રશ્‍નો પુછવામાં આવેલ પરંતુ તેમને બેસાડી દેવાયા હતાં અને વિનુભાઈએ અધિકારીઓની કામગીરી અંગેની પોલ ખોલતા બોર્ડમાં શાસકપક્ષ દ્વારા વિપક્ષની કામગીરી કરાઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. (૯.૩૬)

(3:01 PM IST)