<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

તાવથી સણોસરાના શૈલેન્‍દ્રનું મોત નિપજ્‍યું

બસ સ્‍ટેશનમાં તબિયત બગડતાં સારવાર માટે ખસેડાયા બાદ દમ તોડયોઃ યુવાન મુળ મધ્‍યપ્રદેશનો વતની હતો

રાજકોટ તા. ૧૯: તાવથી એક યુવાનનું મોત થયું છે. રાજકોટના સણોસરા ગામે ટેક્‍સાબીલ કંપની નજીક રહેતો શૈલેન્‍દ્રકુમાર અવધબિહારી શાહો (ઉ.વ.૨૫)ને રાતે રાજકોટ એસટી બસ સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં. ૨ પાસે માધવ દર્શન હોટલ નજીક હતો ત્‍યારે તબિયત બગડતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. શૈલેન્‍દ્રકુમાર મુળ એમપીનો વતની હતો અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો હતો. તાવથી મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:26 PM IST)