<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રાજકોટ જીલ્લામાં શરીરસંબંધી ગુનાઓ, વ્‍યાજખોરી, ખંડણી, જુગાર, અસામાજીક તત્‍વો અને વિજચોરી કરનારા સામે પોલીસની ઘોંસ

ધોરાજી, કોટડાસાંગાણી, પાટણવાવ, ઉપલેટા, શાપર-વેરાવળ, ગોંડલ, મેટોડા, અને ભાયાવદરમાં પોલીસ અને વિજ વિભાગની ટીમ દ્વારા કડક ચેકીંગ કરાયુ

રાજકોટઃ રાજય સરકાર દ્વારા અસામાજીક તત્‍વોની યાદી અને ૧૦૦ કલાકમાં અસરકાર કામગીરી કરવા માટે સૂચના  આપવામાં આવતા રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક યાદવ તથા રૂરલ એસ. પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ધોરાજી, કોટડાસાંગાણી, પાટણવાવ, ઉપલેટા, શાપર-વેરાવળ, ગોંડલ, મેટોડા અને ભાયાવદરમાં પોલીસ અને વિજ વિભાગની ટીમ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરાજી પોલીસે વિસ્‍તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરેલા અસામાજીક તત્‍વો પર રૂા. ૩૫૦૦૦નો દંડ તથા ભાડા કરારના ગુના દાખલ કર્યા હતા. અને વિજચોરી સહિત રૂા. ૧, ૩૮૦૦૦નો દંડ અને લુખ્‍ખા તત્‍વોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્‍યા હતા. જયારે કોટાડાસાંગાણીમાં ગેરકાયદેસર વીજચોરી પકડાઇ, પાટણવાવમાં બે વીજચોરી પકડાઇ જયારે ઉપલેટામાં વીજચોરી પકડાઇ હતી અને શાપર-વેરાવળ, ગોંડલ સીટી અને તાલુકા વિસ્‍તારમાં અસામાજીક તત્‍વો સામે તથા ભાયાવદર અને મેટોડા જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:26 PM IST)