<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ભાજપ અગ્રણી ઇલ્‍યાસખાન અને તેના પુત્રની હત્‍યાના કેસમાં કસુરવાર ઠરાવેલ આરોપીઓની સજા અને સાંજ સુધીમાં ફેંસલો

૧ર મીએ કોર્ટે અનવર કચરા અને સાજીદ કચરાને કસુરવાર ઠરાવેલઃ આજે સજા અંગે બંને પક્ષોની દલીલો પુરી થતા કોર્ટ દ્વારા સાંજ સુધીમાં ચુકાદો અપાશે

રાજકોટઃ શહેરના રૈયા રોડ સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન લધુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્‍બર ઇલ્‍યાસખાન પઠાણ તથા તેના પુત્ર આસીફની ઘરમાં ઘુસીને અંધાધૂધ ગોળીબાર કરી હત્‍યા કરવાના ૧૦ વર્ષ પહેલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્‍સ અદાલતે બે આરોપી અબ્‍બાસ અનવરભાઇ કચરા અને સાજીદ હુશેનભાઇ કચરાને તકસીરવાર ઠરાવી સજાનો હુકમ સાંજે જાહેર કરવામાં આવશે.  આ કેસની હકીકત મુજબ રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.૯માં રહેતા ઇલ્‍યાસખાન પઠાણના ઘરમાં ૨૨ ઓગષ્ટ, ૨૦૧પના શનિવારે રાત્રે સાડા દસ વાગ્‍યાના અરસામાં ઘૂસી ગયેલા કચરા પરિવારના સભ્‍યોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, તેમજ છરી, ધોકાથી હૂમલો કર્યો હતો.

કચરા પરિવાર અને પઠાણ પરિવાર વચ્‍ચે થયેલી સશષા અથડામણમાં ભાજપ અગ્રણી અને હજ કમિટીના નેશનલ સભ્‍ય ઇલ્‍યાસખાન પઠાણ તથા તેના આસીફને ગંભીર ઇજા થઇ હતી. મોટા પુત્ર આરીફને પણ છરીના ઘા મરાયા હોવાથી ત્રણેયને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. સામા પક્ષે અબ્‍બાસ અનવભાઇ કચરાને પણ ગંભીર ઇજા થઇ હતી.

હુમલામાં ઘવાયેલા લઘુમતી આગેવાન ઇલ્‍યાસખાન અને તેના પુત્ર આસિફની સારવાર કારગત ન નિવડતા બંનેના મળત્‍યુ થતાં બનાવ બેવડી હત્‍યામાં પલટાયો હતો. પોલીસે સ્‍થળ પરથી રિવોલ્‍વર, પિસ્‍ટલ, છરી, ધોકો, બાઇક અને ફૂટેલા કારતૂસના ખોખા કબ્‍જે કર્યા હતા.

આ બનાવમાં ઇલ્‍યાસખાનના પુત્ર આરીફે જે તે વખતે ફરિયાદમાં અબ્‍બાસ અનવરભાઇ કચરા અને સાજીદ ઉર્ફે મોહસીન હુશેનભાઇ કચરા સહિત પાંચથી છ શખ્‍સો વિરૂધ્‍ધ ડબલ મર્ડર તેમજ હત્‍યાની કોશિશનો ગુનો નોંધાવ્‍યો હતો તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બન્‍ને આરોપી અબ્‍બાસ અનવરભાઇ કચરા તથા સાજીદ હુશેનભાઇ કચરાને હત્‍યાના ગૂનામાં તા.. ૧૨ના  રોજ તકસીરવાર ઠેરવ્‍યા હતા.

સજાનો હુકમ આજે સાંજે સંભળાવવામાં આવશે, તેમ જાહેર આવ્‍યું છે.સ્‍પે.પીપી.ચેતનભાઇ શાહ  (અમદાવાદ) અને આસિસ્‍ટન્‍ટ તરીકે હિરેન પટેલ રોકાયા હતા

(3:27 PM IST)