તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
જરૂરિયાતમંદ મહિલાઓ માટે નિઃશુલ્ક તીર્થયાત્રા
વિખ્યાત-સેવાભાવી બિલ્ડર દિલીપભાઇ ગોસ્વામી પરિવારની પ્રેરક સેવા વિધવા-નિરાધાર અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે ૧ર દિવસ અંબાજીથી ઋષિકેશ સુધી ૧પ સ્થાનો પર નિઃશુલ્ક યાત્રાઃ ભોજન-આવાસ-દર્શન-પૂજન તથા આરોગ્ય સહિતની સુવિધાઃ વિશેષ વિગતો માટે મો. ૯૮૦૪૩ ૯૮૦૪૬ નંબર પર સંપર્ક કરો.

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંકલ્પ સિધ્ધ વિવાન્તના મિતુલભાઇ ગોસ્વામી, કૌશિકભાઇ ગોસ્વામી, વિકાસભાઇ પાદરિયા, સુરજભાઇ ડેર, વાસુદેવભાઇ જાની, સંદીપભાઇ ગોહેલ, કેયુરભાઇ રૂપારેલ, પાર્થભાઇ પાદરિયા, બ્રિજેશભાઇ પટેલ વગેરે નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૯ : રાજકોટના ખ્યાતનામ બિલ્ડર દિલીપભાઈ ગૌસ્વામીના પરિવારની અનોખો સેવાયજ્ઞઃ દેશના ૧૫ સુપ્રસિદ્ધ તીર્થસ્થાનો ની યાત્રા અંબાજી, બહુચરાજી, નાથદ્વારા, ગોકુલ, મથુરા, ઋષિકેશ, વળંદાવન, પુષ્કર સહિતના ૧૫ જેટલા સુપ્રસિદ્ધધામોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવશે. વયોવળદ્ધ મહિલાઓની વીતેલા જીવન સાથે સંકળાયેલ દુઃખ-વ્યથા ઓછા કરીને, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રેરણા મળશે.
સેવા પરમો ધર્મ સૂત્રને અનુસરીને સમાજમા લોકો અલગ અલગ પ્રકારની સેવાઓ કરી પુણ્યનુ ભાથુ મેળવવા માંગતા હોય છે ત્યારે રાજકોટના સંકલ્પ સિદ્ધ બિલ્ડર ગ્રુપ કે જેમણે શહેરમાં અનેક રેસિડેન્સિલ સફળ પ્રોજકેટ બનાવ્યા છે એવા દિલીપભાઈ ગૌસ્વામી અને તેના બંને પુત્રો મિતુલભાઈ ગૌસ્વામી અને કશ્યપભાઈ ગૌસ્વામીએ એક અનોખી પહેલ હાથ ધરી ગંગાસ્વરૂપ જરૂરિયાતમંદ અને વિધવા મહિલાને દેશના અલગ અલગ રાજયના ૧૫ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ નિઃશુલ્ક તીર્થયાત્રાનુ આયોજન કરીને આ મહિલાઓના સ્વપ્ન રૂપી શ્રદ્ધાઓ પૂર્ણ કરીને આશીર્વાદ મેળવવા પ્રયાસ કર્યો છે. છેલ્લા પંદર વર્ષથી આ પરિવાર આવી ધાર્મિક યાત્રાઓનુ આયોજન કરી રહ્યા છે.
આ યાત્રા ટ્રાવેલ બસમા મુસાફરી કરીને રાજકોટથી બહુચરાજી, અંબાજી, પુષ્કર, જયપુર, હરિદ્વાર, ઋષિકેશ, વળંદાવન, મથુરા, ગોવર્ધન, બરસાના, ગોકુલ, રમણ-રેતી, આગ્રા, નાથદ્વારા, એકલિંગજી, કેશરિયાજી, શામળાજી જેવા મહત્વપૂર્ણ તીર્થધામો પર જનાર છે. આ તીર્થયાત્રા માટે રહેવાની, ભોજન, મુસાફરી અને અન્ય જરૂરી સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આયોજકોએ અપીલ કરી હતી કે જે જરૂરિયાતમંદ મહિલાઓ આ તીર્થયાત્રા મા આવવા ઇચ્છુક હોય તેઓએ નોંધણી કરાવવી ફરજિયાત છે જે મો. ૯૮૦૪૩ ૯૮૦૪૬ પર રજીસ્ટ્રેશન કરાવે અને અમારી ઓફિસ પર રૂબરૂ પણ સંપર્ક કરી શકે છે.
આયોજક મિતુલ ગૌસ્વામી અને કશ્યપ ગૌસ્વામીએ જણાવ્યું હતુ કે આ તીર્થયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક તથા સાંસ્કળતિક સંસ્કારનું સંવર્ધન કરીને નિરાધાર મહિલાઓને આધ્યાત્મિક શાંતિ અને સામાજિક સન્માન પ્રદાન કરવાનો છે.આપણી હિન્દુ સંસ્કળતિ અનુસાર, તીર્થયાત્રા માત્ર યાત્રા નથી, તે આત્મશુદ્ધિ અને મુક્તિનો માર્ગ ગણાય છે. તીર્થયાત્રા પ્રાચીન કાળથી હિન્દુ પરંપરામાં ભક્તિ અને આધ્યાત્મિક વિકાસનું મહત્વ ધરાવે છે.હિન્દુ શાષાો અનુસાર પવિત્ર તીર્થસ્થાનોની મુલાકાત લઈને દાન, યજ્ઞ અને પૂજા કરવાથી પાપક્ષય અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તીર્થસ્થાનો માત્ર ધાર્મિક કેન્દ્રજ નથી તે ભારતીય સંસ્કળતિ, ઇતિહાસ અને એકતાનું પ્રતિક છે. તીર્થયાત્રા દ્વારા જીવનમાં શાંતિ, ધૈર્ય અને સંયમ પ્રાપ્ત થાય છે, જે નિરાધાર અને વિધવા બહેનો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.જરૂરિયાતમંદ વયોવળદ્ધ યાત્રિક મહિલાઓ વીતેલા જીવન સાથે સંકળાયેલ દુઃખ-વ્યથા ઓછા કરીને, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રેરણા મળશે.નિરાધાર મહિલાઓની સુખાકારી માટે ભવિષ્યમાં આવી યાત્રાઓથી સમાજમા આવા કાર્યો કરવાનું પ્રોત્સાહન મળશે.
આ તીર્થયાત્રાનો ૧૨ થી ૧૩ દિવસનો સમયગાળો હશે અને રહેવા જમવાની સુંદર વ્યવસ્થાઓ સાથે તીર્થસ્થાનો પર દર્શન અને પૂજા વ્યવસ્થા અને પ્રાથમિક મેડિકલ સહાય (જરૂર પડે તો) પણ ઉપલબ્ધ કરાવવામા આવશે.

સંઘર્ષથી સિધ્ધિઃ સેવા ધમધોકાર
મિતુલભાઇના દાદા ભગવાનજીભાઇએ રાજકોટમાં હોટલમાં કપ-રકાબી ધોવાથી કામ શરૂ કર્યુ હતું : પિતાશ્રી દિલીપભાઇએ સંઘર્ષ બાદ સિધ્ધિ અને સેવા પરંપરા વહાવી હતી
સંકલ્પ સિધ્ધ શબ્દોને સાકાર કરનાર રાજકોટના ગોસ્વામી પરિવારની ગાથા અનેક લોકોને પ્રેરણા આપનારી કે સેવા પાછળ સંપતિ વહાવતા બિલ્ડર ગૌસ્વામી પરિવારે તીવ્ર સંઘર્ષ કરીને પરસેવા વહાવીને લક્ષ્મીજીને પ્રસન્ન કર્યા છે.
સંકલ્પ સિધ્ધ વિવાન્તના મિતુલભાઇ ગોસ્વામી તથા કૌશિકભાઇ ગૌસ્વામી ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમે મુળ કચ્છના છીએ. મીના દાદા ભગવાનજીભાઇ ગૌસ્વામી રાજકોટ આવ્યા ત્યારે આર્થિક સ્થિતિ અતિ ખરાબ હતી. દાદાએ ચાની હોટલમાં કપ-રકાબી ધોવાના કામથી કારકિર્દી શરૂ કરી હતી. ખૂબ સંઘર્ષ વચ્ચે પણ દાદા પદયાત્રીઓની સેવાકરતા હતા.
મિતુલભાઇ કહે છે કે,મારા પિતાશ્રી દિલીપભાઇ ગોસ્વામીએ વ્યવસાય અને સેવાકાર્યમાં સિધ્ધિઓ મેળવી હતી. ગોસ્વામી પરિવારની નવી પેઢીએ પરિવારના ગૌરવવંતા વ્યવસાયી અને સેવાકાર્યોને આગળ વધાર્યા છે.
ગોસ્વામી પરિવાર દ્વારા સમુહલગ્ન, જરૂરીયાતમંદ બહેનોને યાત્રા પ્રવાસ વગેરેથી માંડીને અનેક સેવાકાર્યો ચાલી રહ્યો છે. આ ઉપરાંત સંકલ્પ સિધ્ધગૃપ નિર્માણ ક્ષેત્રે પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે.
(3:54 PM IST)










