<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં મેયરનો તપાસનો આદેશ

 

રાજકોટ : આજના જનરલ બોર્ડમાં પૂર્વ શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવાએ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેમ આરોગ્‍ય કેન્‍દ્રમાં લોલંમલોલ ચાલતું હોવાના આક્ષેપો સાથે અધિકારીઓ કયારેય આરોગ્‍ય કેન્‍દ્રમાં તપાસ માટે જતાં નથી. તેમજ આજ સુધી મુખ્‍ય અધિકારી દ્વારા આરોગ્‍ય કેન્‍દ્રની વીઝીટ કરવામાં આવ્‍યું નથી. આરોગ્‍ય કેન્‍દ્રમાં ચાલતી કામગીરીને મુદ્દે અનેક ફરિયાદો પણ અગાઉ આવી છે. આથી તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં વીજીલન્‍સ તપાસ કરાવવી જોઈએ તેવી મેયર સમક્ષ માંગણીકરવામાં આવતા જનરલ બોર્ડ પુરુ થયા બાદ મેયરે તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં તપાસ કરવાના આદેશ જારી કર્યા છે. આમ શાસકપક્ષના સભ્‍યો દ્વારા ફરી એક વખત લોકોને પહોંચતી સમસ્‍યા અને અધિકારીઓની લાલિયાવાડીને ઉઘાડી પાડી સરાહનીય કામગીરી કરી છે.

(3:40 PM IST)