<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુરક્ષા આપો... ફાયર સાધનો સાથે વિપક્ષના સભ્‍યોનો વિરોધ

કોંગ્રેસના વશરામભાઇ સાગઠિયા, કોમલબેન ભારાઇ ફાયરના બાટલા સાથે બોર્ડમાં પહોંચે પહેલાજ મનપા કચેરીમાં જ અટકાવી સાધનો જપ્‍ત કરતુ વિજીલન્‍સ

રાજકોટ, તા.૧૯: આજે મનપાના મળેલ જનરલ બોર્ડમાં ફાયર સેફટી તથા કેલેન્‍ડરના મુદ્‌ાને વિપક્ષે હથીયાર બનાવી વિરોધ પ્રદર્શન કરી શાસકો પાસે જવાબ માંગ્‍યા હતા. વિપક્ષી નેતા અને કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તથા કોમલબેન ભારાઇએ ફાયર સેફટી સાધનો સાથે સામાન્‍ય સભામાં દેખાવ કયો હતો.

આ અંગે વિગતો વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઈએ જણાવેલ કે ભાજપના શાસકો દ્વારા કેલેન્‍ડર બહાર પાડવા માટે કોઈ ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવી નથી વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટનું કદ વધારવા અને વાહ વાહ કરવા માટેનું કેલેન્‍ડર બનાવવામાં આવ્‍યું છે તેમાં પણ મોટું કૌભાંડ થયાનું બહાર આવ્‍યું છે તેવું સમજી ને શાસકો એ બે વર્ષના પ્રિન્‍ટિંગ કોન્‍ટ્રાક્‍ટ અપાયેલા છે તેને મિક્‍સ કરી કેલેન્‍ડર કૌભાંડ આચરયું છે આ કેલેન્‍ડર બનાવવા પાછળ ૧.૯૦ કરોડ જેવો માંતબર ખર્ચ કરવામાં આવ્‍યો છે જે નાણાં પ્રજાના છે અને પ્રજા નાં પરસેવાની કમાણી માંથી પોતાની   જાહેરાતો ના કરવી જોઈએ પરંતુ એક કાંકરે બે પક્ષી મારવામાં માહિર શાસકોને મોટા નેતા કાંઈ પણ ના કહે તેના માટે નેતાઓના ફોટા મોટા મોટા બતાવી દીધા પરંતુ પ્રજાના પરસેવાના રૂપિયામાંથી બનાવેલ કેલેન્‍ડરમાં પણ ભ્રષ્ટાચાર થયો વિગતો બહાર આવી છે.

રેઈટના ટેન્‍ડર માં છ પાર્ટીઓએ કૂલ ૯૫૯ આઈટમોમાં ભાવ ભર્યા છે જે પાર્ટીના લોએસ્‍ટ ભાવે છે તેમને કામ મળે તેવું છે પરંતુ અહીંયા તો જુદી જુદી ૯૫૯ આઈટમોમાં બધી જ પાર્ટીઓને કામો મળેલ છે હવે આ લોકો દ્વારા જુદી જુદી પ્રકારના પ્રિન્‍ટિંગ ખર્ચને ભેગો કરી મલ્‍ટી કલર માં કેલેન્‍ડર બનાવ્‍યું પરંતુ આનો ખર્ચ નું બિલ જે રીતે બનાવ્‍યું છે તેમાં પણ કૌભાંડની ગંધ આવી રહી છે ટોટલ ૧૬૦૦૦૦ કેલેન્‍ડર બનાવ્‍યા તેના ૧.૯૦ કરોડ જેવો ખર્ચ થયો એટલે ૧૧૯ રૂપિયા એક કેલેન્‍ડર નો ખર્ચ થયો છે પરંતુ હકીકતમાં કેટલા કેલેન્‍ડર બનાવ્‍યા છે?

શહેરમાં  ટીઆરપી ગેમ ઝોન ઘટના  પણ ફાયર સેફટીમાં લોલંલોલના કારણે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ એથલેન્‍ટીક ટાવર માં શોર્ટ સર્કિટ થી આગ લાગતા   ૩ વ્‍યક્‍તિઓના મળત્‍યુ થયા છે

જે ટાવરમાં ૬ માળ સુધી તો પાણીની લાઈન પણ (બંધ )હતી જાણવા મળતી વિગતો મુજબ ભાજપના મોટા ગજાનાં નેતાની મીઠી નજર અને રોકાણની ચર્ચાઓ છે તેના લીધે ભાજપના બે ધારાસભ્‍યો  ત્‍યાં પહોંચી ગયા હતા અને કોર્પોરેશનને તેની ફાયર એનઓસી પણ ૨૦૨૩ થી આપી નથી  તેમણે જણાવેલ કે મનપા કચેરી પણ ફાયર એનઓસી વિના કાર્યરત છે. અને જો કોઇ ઘટના બને તો કોણ જવાબદાર હશે તેવા પ્રશ્ન પણ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા તથા કોંગ્રેસ કોર્પોરેટર કોમલબેન ભારાઇએ કર્યો હતો.

(3:58 PM IST)