<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગુજરાતના દિકરી સુનીતા વિલીયમ્‍સે અવકાશમાં કરેલ સંશોધનો ખૂબ જ ઉપયોગી નિવડશે

મનપાની સામાન્‍ય સભામાં સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર

રાજકોટ તા. ૧૯: ભારતીય મુળના અવકાશ યાત્રી અને ગુજરાતના દિકરી સુનીતા વિલીયમ્‍સ ૯ મહિના બાદ પૃથ્‍વી ઉપર પરત ફરતા મનપાના આજે મળેલ જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૭ના નગર સેવક વિનુભાઇ ધવાએ અભિનંદન ઠરાવ મુકયો હતો, જેને વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નિતીનભાઇ રામાણીએ ટેકો આપ્‍યો હતો. આ અભિનંદન ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યો હતો.

અભિનંદન ઠરાવ મુજબ ગુજરાત રાજયના મહેસાણા જિલ્લામાં આવેલ ઝુલાસણ ગામના વતની ભારતીય મૂળના દીકરી અમેરિકન સંસ્‍થા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ ર૮૬ દિવસ સુધી અવકાશમાં રહ્યા અને તે દરમિયાન ૪પ૦૦ વખત પૃથ્‍વીની પરિક્રમા કર્યા બાદ ડ્રેગન કેપ્‍સ્‍યુલની મદદથી પૃથ્‍વી પર પરત આવેલ છે. સુનિતા વિલિયમ્‍સે અનેક મહત્‍વપૂર્ણ અવકાશી સંશોધનો કર્યા છે. જે સમગ્ર વિશ્‍વના અવકાશ પ્રેમીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. અવકાશ ક્ષેત્રમાં અતિ મહત્‍વના યોગદાન બદલ સુનિતા વિલિયમ્‍સને આજની આ સામાન્‍ય સભા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

(4:01 PM IST)