તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
રહેણાંકમાં બે દિવસમાં કુલ 180 બિલ્ડીંગોની ચકાસણીઃ 144 ને ફાયર NOCની નોટીસ

રાજકોટ, તા. 19: મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ સ્ટાફ દ્વારા બે દિવસ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ બોર્ડ વિસ્તારમાં ફાયર એન.ઓ.સી. બાબતે કુલ 180 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 144 સંકુલોને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થાનો અભાવ હોય તેવા એકમોને ફાયર નોટીસ આપવામાં આવી છે.
રાજકોટ મહાનગપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ ટીમો દ્વારા કુલ 180 એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના સ્ટાફ દ્વારા રેસીડેન્સીયલ બિલ્ડીંગ રેસીડેન્સીયલ સાથે કોમર્સીયલ બિલ્ડીંગ હોય તેવી રાજકોટ શહેર વિસ્તારની કુલ 180 બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. બાબત સ્થળ તપાસ કરી અને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થા વગર કાર્યરત બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવેલ.(6.19)
(4:05 PM IST)










