તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ર1 મી માર્ચે વિશ્વ કવિતા દિવસઃ યુવા કવિઓ ખીલશે
એલિગન્ટ ઓવરસીઝ દ્વારા રોટરી ભવન ખાતે મીનુ‘ઝ મહેફીલ સિઝન-9 કાર્યક્રમ

રાજકોટઃ ર1 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ, ર01પ થી દર ર1 મી માર્ચએ મીનુજસદન વાલા દ્વારા યોજાય છે મીનુ‘ઝ મહેફીલ, જયાં યુવાનોમાં સાહિત્ય અને ખાસ કરીને કવિતાની રૂચિ કેળવાઇ તે હેતુસર આવા કાર્યક્રમનું આયોજન થઇ રહયું હોવાનું જણાવાયું છે.
આ દિવસે વિદ્યાર્થીઓમાં સાહિત્ય રસ કેળવાઇ,બાળકો કવિતાઓ વાંચે તેની પ્રેકિટસ કરે, તેનુ પરફોર્મન્સ આપે અને નીડરતાના ગુણ પણ કેળવાઇ. આવા હેતુસર, આવા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન થતું હોઇ છે. આ કાર્યક્રમમાં 40 વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ગુજરાતી, ઇંગ્લીશ, હિન્દી, ઉર્દુ ભાષામાં કવિતાઓ રજુ કરશે-જનરલ કિવઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અનિતા જહોન દ્વારા સંચાલિત એલિગન્ટ ઓવરસીઝ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ના પ્રખ્યાતનામ કવિઓ દ્વારા વિવિધ કવિતાઓનું પઠન થશે. કોઇ વિદ્યાર્થીઓ પોતાની સ્વરચિત કવિતાઓનું પણ પઠન કરશે. ઇચ્છિત વ્યકિતઓએ મીનુ જસદનવાલા (99253 77733) નો સંપર્ક કરવો. આ કાર્યક્રમનું સ્થળ રોટરી ભવન, વિદ્યાનગર મેઇન રોડ, કોઠારી લેબોરેટરીની બાજુમાં સાંજે પ વાગ્યે શરૂ કરવામાં આવશે.
રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા મિનુ જસદણવાલા, માર્ગેશ પંડયા, જીજ્ઞેશ ખુંટ, ફઝલ શેખ, સુહાના રાઉમાં, માહી મલકીયા, માહિરા સમા, ફરહાન સમા, રૂષભ મુછડીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
(4:14 PM IST)










