તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
કાલે કૃમિનાશક દિવસ : રાજકોટ જિલ્લામાં બાળકોને ગોળી અપાશે
ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ કામગીરી 1 થી 19 વર્ષના 3.67 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન

રાજકોટ, તા. 19: દેશભરમાં તા. 20 માર્ચના રોજ રાષ્ટ્રીય કળમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ જિલ્લામાં તા. 20 માર્ચના રોજ રાઉન્ડ અને તા. 27 માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ યોજાશે. જેમાં 01 વર્ષથી 19 વર્ષના આશરે 3,67,000 બાળકોને કળમિનાશક ગોળી આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શનમાં તમામ 12 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 12 અર્બન હેલ્થ સેન્ટર, 348 સબ સેન્ટર અને તેના સેજાના ગામો - 60પમાં ‘‘રાષ્ટ્રીય કળમિનાશક દિવસ''ની ઉજવણી કરવામાં આવશે. જેમાં કળમિ વિષયક જાગળતિ પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવશે. દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર કક્ષાએ જુથ ચર્ચા, ગળપ મીટીંગ, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફીલ્મો, કેમ્પ, વર્કશોપ યોજવામાં આવશે તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રવળત્તિઓ કરાવવામાં આવશે.
તા. 20 માર્ચના રોજ કળમિનાશક ગોળી ખવડાવવામાં બાકી રહેલા બાળકોને તા. 27 માર્ચના રોજ મોપ અપ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આરોગ્ય ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાતરી કરવામાં આવશે. અને જો કળમિનાશક ગોળી ખવડાવવામાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે તેટલીવાર આ ગોળી લીધી હોય તો પણ આ દિવસે આવશ્ય કળમિનાશક ગોળી ખવડાવવી જોઈએ. આથી, આરોગ્ય તંત્ર દ્વારા બાળકોને કળમિનાશક ગોળી ખવડાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કળમિનાશક ગોળી બાળકોને કળમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કળમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એના રાઉન્ડની સાથે કળમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. (7.3પ)
(4:15 PM IST)










