<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દાદા જે.જી.મહાકરજીની યાદમાં વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ દ્વારા યોજાયો 82મો રક્‍તદાન કેમ્‍પ

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, માંધાતાસિંહજી જાડેજા, ડીઆરએમ અશ્‍વિનીકુમાર, ઈન્‍દ્રનિલ રાજગુરૂ, :ગોવિંદભાઈ પટેલ, જગદીશભાઇ આચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ હિરેન મહેતાએ કર્યુ 107મી વખત રક્‍તદાન

રાજકોટઃ હિરેન મહેતા ર્વકિંગ જનરલ સેક્રેટરી મુંબઈ તથા ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જણાવેલી યાદી મુજબ સ્‍વર્ગીય દાદા માહૂરકરજીની જન્‍મ જયંતી નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 600થી પણ વધુ રક્‍તદાતા હોય રક્‍તદાન કરેલ હતું. રેલવે મજદુર સંઘ દ્વારા 1982 થી સતત રક્‍તદાન કેમ્‍પ કરવામાં આવી રહ્યા છે 18 માર્ચ 2025ના 82મો કેમ્‍પ આયોજિત કરાયો. જેમાં રાજકોટના વણી રોડથી લઈ ઓખા સુધીના વિવિધ સ્‍ટેશનો અને વિભાગોમાંથી રેલ કર્મચારીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક રક્‍તદાન કર્યું હતું.

આ મહારક્‍તદાન કેમ્‍પમાં રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધારવા માટે આમંત્રિત અકિલાના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રા,  શ્રી અશ્વિનીકુમાર ડી આર એમ રાજકોટ શ્રી આર જી કાબર મહામંત્રી મજદૂર સંઘ, શ્રી કૌશલ કુમાર ચૌબે એડીઆરએમ, શ્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ વિધાયક, માંધાતાસિંહ જાડેજા રાજકોટ ઠાકર સાહેબ, ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ, ડો. પ્રકાશ મોઢા, સિનિયર ડીઈએન નરેન્‍દ્રસિંઘ, ડો.રાજકુમાર સીએમએસ , એચ.એસ આર્ય સિનિયર ડીએસટી, એ યુ સોલંકી સિનિયર ડીપીઓ, કે કે દવે એપીઓ, એચ ચુનાવાલા એપીઓ, એઓએમ હેમંતકુમાર, પિયુષભાઈ મહેતા, બલભદ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા (અકિલા સિનિયર પત્રકાર),  જગદીશભાઈ આચાર્ય તંત્રી વોઇસ ઓફ ધ ડે વગેરે મહાનુભાવો  ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કરતા હિરેન મહેતાએ જણાવેલ હતું કે આ રક્‍તદાન કેમ 1982 થી દાદા મનોહરસિંહજી જાડેજા ની પ્રેરણાથી અમે શરૂ કર્યો હતો અને તેઓની લોક કલ્‍યાણ ની વિચારધારા ને અનુસરી આજે પણ સફળતાપૂર્વક અમે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરી રહ્યા છીએ જેમાં આપ સર્વે રક્‍તદાતાઓનો સતત સહયોગ મળતા જરૂરિયાતમંદો સુધી આ રક્‍ત પહોંચાડવા અમે કડીરૂપ બની રહ્યા છીએ એનું અમને ગૌરવ છે. આમંત્રિત મહેમાનો પોતાનો અમૂલ્‍ય સમય ફાળવી અમારા આ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહ્યા એ બદલ અભિવાદન વ્‍યક્‍ત કરું છું સાથે સાથે એ જણાવતા આનંદ થાય છે કે હું 107 મી વખત રક્‍તદાન કરી ગૌરવ અનુભવું છું. વિવિધ સ્‍ટેશન થી આવી જે ઉત્‍સાહ અને જોશ પૂર્વક રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ સાથે લાગણી વ્‍યક્‍ત કરી છે. એ  સર્વેનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ.

મહેમાનોના હસ્‍તે દીપ પ્રજજવલન કરી રક્‍તદાન કેમ્‍પનું ઉદઘાટન કર્યા બાદ એન એફ આઈ આર ના જોઈન્‍ટ જનરલ સેક્રેટરી તથા વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી શ્રી આર જી કાબરે જણાવ્‍યું હતું કે હિરેન મહેતાના મજબૂત નેતળત્‍વ હેઠળ રાજકોટ ડિવિઝનમાં આ સફળ કેમ્‍પનું આયોજન જોઈ અને રક્‍તદાતાઓનો ઉત્‍સાહ જોઈ હું ગર્વની લાગણી અનુભવું છું સ્‍વર્ગસ્‍થ દાદા માહૂરકરજી ની યાદમાં વેસ્‍ટન રેલવે મજદૂર સંઘના દરેક ડિવિઝનમાં અમે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરી રહ્યા છીએ આ સફળ કેમ્‍પ બદલ હિરેન મહેતા અને તેની ટીમને હું અભિનંદન આપું છું.

આ પ્રસંગે ડી.આર.એમ અશ્વિનીકુમાર જી એ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના હિરેન મહેતાની વિવિધ પ્રવળત્તિઓ ને ખૂબ જ બીરદાવતા જણાવ્‍યું હતું કે આજના સમયમાં લોક કલ્‍યાણ અને લોક જરૂરિયાત માટે સમય કાઢી આવા મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરી બીમાર અને જરૂરિયાતમંદોને રક્‍ત પહોંચાડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ બદલ હિરેન મહેતા અને તેની ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે સાથે કોઈપણ જાતની ફોર્માલિટી વગર જે સહજ અને સરળતાથી કેમ્‍પમાં રક્‍તદાતાઓ રક્‍ત આપી રહ્યા છે એ મારા માટે નોંધનીય છે રક્‍ત જીવન બચાવનાર છે અને આપ સર્વે રેલ રક્‍તદાતાઓ તેના સહભાગી છો એ માટે ગૌરવની લાગણી અનુભવાય છે.

આ પ્રસંગે માંધાતાસિંહ જાડેજા ઠાકોર સાહેબ રાજકોટ એ પોતાનું વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યું હતું કે  હિરેનભાઇ મહેતા ની સાથે ના સંબંધો ખૂબ ગાઢ અને જૂના છે. સ્‍વર્ગસ્‍થ દાદા મનોહરસિંહજી જાડેજા અને સ્‍વર્ગસ્‍થ દાદા માહૂરકરજીની લોક કલ્‍યાણની વિશાળ વિચારધારા ને જીવંત રાખનાર અને સતત લોકોપયોગી કાર્ય કરનાર  વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના સૂત્રધાર શ્રી હિરેન મહેતા અને તેમની વાઇબ્રન્‍ટ ટીમને આજના આ સફળ રક્‍તદાન શિબિરના આયોજન બદલ અભિનંદન આપું છું.

આ પ્રસંગે ગોવિંદભાઈ પટેલે પોતાનું વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યું હતું કે હિરેન મહેતા લોક કલ્‍યાણની જે પ્રવળત્તિઓ જેવી કે હેલ્‍થ કેમ્‍પ થેલેસેમિયા કેમ્‍પ વળક્ષારોપણ રક્‍તદાન કેમ્‍પ બાળકો માટે રમતગમતની પ્રવળત્તિઓ સ્‍પોર્ટ્‍સની ટુર્નામેન્‍ટો વગેરેનું સતત આયોજન કરે છે તો એ માટે હું તેમને અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન આપું છું.

આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અવની ઓઝા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં પુરુષો મહિલાઓ એ રક્‍તદાન કર્યું જેમાં રોજા રાખેલ કર્મચારીઓએ પણ રક્‍તદાન કર્યું હતું.

આ મહારક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવવા માટે હિરેન મહેતાના માર્ગદર્શન અને નેતળત્‍વ હેઠળ ડી આર સોઢા મંડળ અધ્‍યક્ષ, અવની ઓઝા ઝોનલ મહિલા કન્‍વીનર ,મયુર સિંહ સીડબ્‍લયુસી મેમ્‍બર, ઈકબાલભાઈ ડી એસ શર્મા હરિસિંહ હિતેશ ઠાકોર યુવરાજસિંહ એબી સરવૈયા જીતેન્‍દ્રકુમાર અમિત ભાર્ગવ અભિષેક રંજન એમ કે જાડેજા એ એસ દવે એલપી યાદવ રસુલભાઈ હરેશ અમદાવાદી, નિરવ, વિવેકાનંદ, હરદેવસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, જયેશ ડોડીયા, મનિષ મેહતા, અંકિત મહેતા, ધર્મેન્‍દ્ર સિંહ ઝાલા, ધવલ ચુડાસમા ભરતસિંહ રાજેન્‍દ્રસિંહ ચંદ્રેશ રાઠોડ યોગીરાજસિંહ પરાગ વ્‍યાસ જતીન જોશી વિરેન્‍દ્રસિંહ એ ડી પટેલ ,શૈલેષ ભટ્ટ ,રણવીર સિંહ, રવિ સિંગ વિષ્‍ણુદાન ગઢવી, શક્‍તિદાન ગઢવી, અલ્‍પેશ દવે, કેતન ભટ્ટી, હિતેશ પરમાર, અનિલ ચુડાસમા, નિરંજન પંડ્‍યા, જુગલ કિશોર, હિમાંશુભાઈ ઉદડ,  મનીષ અગ્રાવત,   ધીરેન્‍દ્ર -સાદ,  દર્શન કાસુન્‍દ્રા, જાકીર જામ, જયરાજસિંહ પ્રકાશ પંડ્‍યા રવિ કુમાર ગભરૂભાઈ શામજીભાઈ દિલીપભાઈ અવિનાશ ગુપ્તા તથા મહિલા વિગ માં અવની ઓઝા, ધર્મિષ્ઠા થોરીયા ,જયશ્રી સોલંકી પુષ્‍પા ડોડીયા મનીષા દીક્ષિત ધર્મિષ્ઠા દિન આવ્‍યા ફાલ્‍ગુની મહેતા વિધિ મહેતા જ્‍યોતિ પંડિત ફાલ્‍ગુની પરમાર  અને સમગ્ર ટીમ એ જહેમત ઉઠાવી હતી.(40.24)

(4:16 PM IST)