<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના સંગઠનમાં નવું જીવન આવશેઃ અરૂણ નિર્મળ

રાજકોટઃ રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી માધવ દવેને સીડબલ્‍યુસી આઇએમએ હેડકવાર્ટરના સભ્‍યશ્રી ડો. રશ્‍મિકાંત ઉપાધ્‍યાય જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી શ્રી અરૂણ નિર્મળ, જીવદવા ગ્રુપ અને જૈન સમાજના  અગ્રણી શ્રી દિનેશ મોદીએ બુકે અને બુકસ આપી શુભેચ્‍છાઓ પાઠવી તે પ્રસંગની તસ્‍વીર શ્રી માધવ દવે સંગઠનના એક માહિત અને સુઝબુઝ ધરાવતા નેતા છે. માધવ દવેનું નેતૃત્‍વ સૌ માટે પ્રેરણાદાયક રહેશે, અને તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્‍યમાં ભાજપના શહેર સંગઠનમાં નવજીવન આવશે એમ અરૂણ નિર્મળે એક યાદીમાં જણાવ્‍યું છે.

(4:26 PM IST)