<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

બંગડી બજારમાં વેપારી હિરેનભાઇને બે શખ્‍સોએ ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર લીધી

દુકાન પાસે વેપારીએ પોતાનું વાહન રાખ્‍યું હોઇ એક્‍સેસ પર નીકળેલા બે શખ્‍સે અહિ શું કામ રાખ્‍યું છે? કહી ડખ્‍ખો કર્યો :આના વાહનમાં સુયા મારી ડેમમાં નાંખી દેવું છે તેમ કહેતાં વેપારીએ આવુ બોલવાની ના કહેતાં મારકુટઃ વચ્‍ચે પડેલા તેના માતાને પણ મુંઢ ઇજા

રાજકોટ તા. 19: કરણપરા-27માં રહેતાં હિરેનભાઇ હર્ષદભાઇ નરસાણા (ઉ.વ.47) નામના વેપારી સાંજે સવા આઠેક વાગ્‍યે બંગડી બજારમાં પોતાનાી અરિહંત હેન્‍ડીક્રાફટ નામની દૂકાને હતાં ટુવ્‍હીલર પર આવેલા બે શખ્‍સે ઝઘડો કરી બેફામ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

હિરેનભાઇએ જણાવ્‍યું હતું કે હું અને મારા માતા જયશ્રીબેન (ઉ.વ.70) દુકાને હતાં ત્‍યારે ત્‍યારે મારુ ટુવ્‍હીલર મારી દુકાન પાસે રાખ્‍યું હોઇ બે શખ્‍સ એક્‍સેસ પર નીકળ્‍યા ત્‍યારે સામેથી રિક્ષા આવતાં તેને નીકળવામાં વાંધો પડતાં અને બીજી તરફ જગ્‍યા હોવા છતાં તેણે તું કેમ આ રીતે વાહન રાખે છે? કહી મારી સાથે જેમતેમ બોલતાં અને આના વાહનમાં સુયા મારી ડેમમાં નાંખી દેવું છે તેમ કહેતાં મેં તેને આવુ બોલવાની ના પાડતાં ઝઘડો કરી મારકુટ કરી ગાળો દીધી હતી. મારા માતા વચ્‍ચે પડતાં તેને પણ મુંઢ માર માર્યો હતો.

બનાવને પગલે બીજા વેપારીઓ ભેગા થઇ જતાં અને કોઇએ પોલીસને જાણ કરતાં આ બંને પણ અમે પોલીસને બોલાવીને આવીએ છીએ કહી ભાગી ગયા હતાં. વેપારીએ તેના વાહનના નંબર સાથે આ બંનેનો વિડીયો ઉતારી લીધો હતો. તે સારવાર માટે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં નોંધ કરાવી હતી. જો કે હાલ વેપારીએ માત્ર નિવેદન નોંધાવ્‍યું છે. (14.11)

(4:28 PM IST)