<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રાજકોટના જંગલેશ્વરમાં ડ્રગ્સની ધંધાર્થી રમાના પતિ જાવેદ જુસબ જુણેજાના ગેરકાયદે મકાન પર પોલીસે બુલડોઝર ફેરવ્યું: ડીસીપી ક્રાઇમ, એસઓજી, ભક્તિનગર પોલીસની ટીમોની હાજરીમાં કાર્યવાહી: લિસ્ટેડ બુટેલગર અલ્તાફ સામે જાહેરનામા ભંગના પગલાં

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં અસામાજિક ગુંડા તત્વો સામે આકરી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બપોરે શહેર પોલીસે  ૭૫૬ તત્વોની યાદી બહાર પાડી સાંજે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુનાખોરીને ડામવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા આદેશ આપીને રાજ્યની તમામ પોલીસને ૧૦૦ કલાકની અંદર બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ગુનેગારની યાદી તૈયાર કરીને મોકલાવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા યાદી તૈયાર કરી અલગ અલગ ગુનામાં બેથી વધુ વખત સપડાયેલા કુલ ૭૫૬ ગુનેગારોની યાદી તૈયાર કરી ગૃહવિભાગને મોકલી આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૩૦૧ ગુનેગારો પ્રોહીબીશનના ગુનામાં સપડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીની અંદર પણ રાજકોટના લિસ્ટેડ બુટલેગર પૈકીના એક અલ્તાફ ઉર્ફે છ આંગળી થઇમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે જેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. 

જ્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા અતિ સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી છે. માદક પદાર્થના ગુના સહિત અનેક ગુનામાં સંડોવાયેલા જાવેદ જુણેજા અને રમા જુણેજાના ગેરકાયદે મકાન પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપી જાવેદ જુણેજા હાલ ગાંજાના કેસમાં જેલમાં બંધ છે.

કુલ ૭૫૬ આરોપીઓની યાદી તૈયાર કરી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજજનસિંહ પરમાર અને જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ યાદી તૈયાર કરી બેઠી વધુ વખત ગુનામાં સંડોવાયેલ આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં કુલ ૭૫૬ આરોપીઓની યાદી તૈયાર કરી રાજ્યના ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવેલ છે. આજે જંગલેશ્વરમાં તે અંતર્ગત રમા અને જાવેદના ગેરકાયદેસર મકાનને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની કાર્યવાહી થઈ હતી. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે પણ ગેરકાયદે બાંધકામો ગુનેગારોએ ખડકયા હશે તેની સામે કરીવાહી થશે.

(9:18 PM IST)