<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

મયુરભાઈ મકવાણાની દ્વિતિય પૂણ્‍યતિથિ નિમિતે કાલે કોઠારીયા નાકા નાકા ખાતે રક્‍તદાન કેમ્‍પ

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી, સ્‍વ.મયુરભાઈ નટવરલાલ મકવાણાની  દ્વિતિય વાર્ષિક પૂણ્‍યતિથી નિમિતે તા.૨૩ રવિવાર, સવારે ૯ થી ૨ વાગ્‍યા સુધી, કિશોરસિંહજી સ્‍કુલ શાળા નં.૧ કોઠારિયા નાકા બિજાળાવાળા મામા સાહેબની સામે, રાજકોટ ખાતે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ચક્ષુદાન, દેહદાન, ત્‍વચાદાન, અંગદાન, જાગૃતિ કેમ્‍પ પણ યોજાયેલ છે.

આ કેમ્‍પમાં હિરેનભાઈ મકવાણા, હિનેશભાઈ મકવાણા, હર્ષલ મકવાણા, મકવાણા પરિવાર, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્‍લડબેંકના એમ.ડી પેથોલોજીસ્‍ટ ડોક્‍ટરની ટીમ માનદ્‌ સેવા આપશે. રક્‍તદાતાઓને બહોળી સંખ્‍યામાં રક્‍તદદાન કરવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં હિરેન એન.મકવાણા, હિનેશ એન.મકવાણા, અમીત એસ.મકવાણા, અમીત એસ.મકવાણા, સમીર એસ.પરમાર, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી અને યજ્ઞેશ વારીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૪૦.૧૫)

 

(1:29 PM IST)