<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

જિલ્લા પંચાયત દ્વારા પ્રેરણા પ્રવાસ પ્રારંભઃ બે તાલુકાઓના મહિલા સભ્‍યો જોડાશે

પ્રમુખ પ્રવીણાબેન અને ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદનું માર્ગદર્શન

રાજકોટ, તા., ૨૨ : રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન (આરજીએસએ) તાલીમ અંતર્ગત પંચાયતના પ્રતિનિધિઓ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લામાં પ્રથમ તબક્કે બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાનના ભાગરૂપે પંચાયતો વચ્‍ચે શ્રેષ્‍ઠ પ્રથાઓના આદાન પ્રદાનને પ્રોત્‍સાહન આપવા માટે પંચાયતના પ્રતિનિધિઓ માટે પદાધિકારીઓના રૂબરૂ નિદર્શન અને ચર્ચા-વિનિમય દ્વારા સફળ કામગીરી કરેલી પંચાયતોના અનુભવો પરથી પ્રેરણા મળે તે હેતુસર તા.પંચાયત રાજકોટ અને તા.પંચાયત ઉપલેટાના પ્રતિનિધિઓની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ તાલુકાના પ્રતિનિધિઓને તા.રપના રોજ જામનગર જીલ્લાના સિદસર ગ્રામ પંચાયત તથા રાજકોટ તાલુકાના પ્રતિનિધિઓને જામનગર જીલ્લાની વાંકીયા ગ્રામ પંચાયતની Exposure visit નું આયોજન કરવા જણાવવામાં આવે છે. સંબધીત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાથે સંકલનમાં રહી પ્રવાસ બાબતે સ્‍થાનીક લેવલ પર માહીતી મેળવશે. રાજકોટ જીલ્લાની બે તાલુકા પંચાયતોના તથા તે તાલુકાઓની ગ્રામ પંચાયતોના ૯૦ જેટલા મહિલા સભ્‍યો પ્રેરણા પ્રવાસમાં જોડાશે.

(1:54 PM IST)