તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
ગુના આચરતાં ૧૮ શખ્સોના ઘરે ભક્તિનગર પોલીસને વિજકનેક્શન ચેક કર્યાઃ ૯માં ગેરરીતિ
પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમોએ પીજીવીસીએલ અધિકારીઓને સાથે રાખી તપાસ કરીઃ વિજચોરી અંગે કાર્યવાહી

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા ટીમ દ્વારા અલગ અલગ ઘરોમાં ચેકીંગ કરાયું હતું. જેમાં અવાર-નવાર ગુના આચરતા શખ્સોના ઘરે તપાસ કરતાં આવા ૧૮ શખ્સો કે જે જંગલેશ્વર, હુડકો વિસ્તાર, બાબરીયા કોલોની, આનંદનગર કોલોની વિસ્તાર, નારાયણનગર વિસ્તારમાં રહે છે તેના ઘરે તપાસ કરાવામાં આવતાં ૬ ઘરોમાં વિજજોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી અને ૦૩ ઘરોમાં વિજચોરી થતી હોવાનું માલુમ પડતાં પીજીવીસીએલની ટીમને સાથે રાખી આ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતાં અને વિજ ચોરી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, પીએસઆઇ વી. એલ. રાઠોડ, એએસઆઇ ધર્મેશભાઇ બાલાસારા સહિતે ત્રણ ટીમો બનાવી આ કામગીરી કરી હતી. પીજીવીસીએલના નાયબ ઇજનેર ડી.એસ. શીયાણીયા, એસ. એમ. પટેલ પણ સાથે રહ્યા હતાં.
(3:01 PM IST)










