તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
આયુર્વેદ દવાની અસર ઘટવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ અને જંકફૂડઃ ડો. ભૂપતરાય નિર્મલ
ગોંડલમાં રહી છેલ્લા ૩૫ વર્ષથી પણ વધુ સમયથી આયુર્વેદ ઔષધિઓમાં સંશોધન કરી વિવિધ રોગોમાં અને ખાસ કરીને નિઃસંતાન દંપતિઓ માટે તેમજ લિવરની બીમારીમાં ઇલાજ કરે છે. પહેલા નિઃસંતાન દંપતિઓને ૨ થી ૪ મહિનામાં આયુર્વેદ દવાથી પરિણામ મળતુ તેમાં આજે ગ્લોબલ વોર્મિંગ અને ફાસ્ટફુડ વગેરેને કારણે રોગ પ્રતિકાર શકિત ઘટતા પરિણામ જલ્દી મળતુ નથી, વર્ષો પહેલા હું અને મારા પત્નિ ઔષધીઓ હાથે ખાંડતા. હાલ ગોંડલના મોવિયા રોડ પર ‘‘જય ભગવાન ઔષધ ભંડાર ફાર્મસી'' શરુ કરી છે. અમુક ઔષધિઓ અપ્રાપ્ય છે જે ભારતના અમુક સ્થાનમાં જ થાય છે અને રોગમાં ૭૨ કલાકમાં જ તેનું પરિણામ જોવા મળે છે. અમુક ઔષધિઓનો શાષાોમાં ઉલ્લેખ નથી તે ઔષધિઓ ડો. નિર્મલે ૮ થી ૧૦ વર્ષની મહેનત પછી પ્રાપ્ત કરી છે

રાજકોટઃઆયુર્વેદ પધ્ધતિ એ આપણી મૂળભૂત ચિકિત્સા પધ્ધતિ છે. જે ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ જેવા અનેક ઋષિમુનિઓના જ્ઞાન તથા અનુભવથી રચાયેલ સચોટ વિજ્ઞાન છે. આયુર્વેદ શબ્દનો અર્થ થાય છે આયુ + વેદ એટલે કે આયુ (જીવન) જાણવાની પધ્ધતિ. આયુર્વેદમાં ઔષધિઓ દ્વારા અનેક રોગોનો ઇલાજ સંભવ છે. આવા જ એક વડિલ આયુર્વેદિક ડોક્ટર છે ભૂપતરાય પી. નિર્મલ કે જેઓ રાજકોટ નજીક આવેલા ગોંડલ જેવા નાનકડા નગરમાં રહી છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે અને ઔષધિઓમાં સંશોધન કરી વિવિધ રોગોમાં લોકોનો ઇલાજ કરે છે. જોકે નિઃસંતાન દંપતિઓ માટે તેમજ લિવરની બીમારીમાં તેઓએ નિપૂણતા પ્રાપ્ત કરી છે. અકિલા કાર્યાલય ખાતે આવી તેઓએ વિગતો આપી હતી.
ડો. ભૂપતરાય નિર્મલે જણાવ્યું હતુ કે, તેઓ નિઃસંતાન અને લિવરના રોગો માટે આયુર્વેદમાં છેલ્લા ૩૫ વર્ષથી સંશોધન કરી રહ્યા છે. ૨૦ વર્ષ પહેલા આયુર્વેદ ક્ષેત્રમાં જે કામ થતા તે આજે ગ્લોબલ વોર્મિંગ, જંક ફુડ, ખરાબ પર્યાવરણ વગેરેને લીધે અવરોધાયા છે. એટલે કે પહેલા નિઃસંતાન દંપતિઓને ૨ થી ૪ મહિનામાં આયુર્વેદ દવાથી પરિણામ મળતુ તેમાં આજે ગ્લોબલ વોર્મિંગ અને ફાસ્ટફુડ વગેરે સમસ્યાઓને કારણે રોગ પ્રતિકાર શકિત ઘટતા અસર કરે છે. આયુર્વેદ ક્ષેત્રે ડો.બી.પી.નિર્મલને ૫૦ વર્ષ જેટલો સમય થયો. તેઓએ અનેક વનસ્પતિને લઇ રોગો પર સંશોધનો કર્યા છે. જેમકે નિઃસંતાન માટે ચરક સંહિતાના આધારે, સુશ્રુત સહિતાના આધારે અને દ્રવ્યગુણના આધારે જાતે બધી ઔષધિઓ ભેગી કરી અને જાતેજ બનાવે છે. ભસ્મ એ હાથે ન બની શકે એટલે કંપનીમાંથી લેવી પડે બાકી ૯૦ ટકા દવા જાતે બનાવે છે. ડો.ભૂપતરાય કહે છે, વર્ષો પહેલા હું અને મારા પત્નિ હરમીલાબેન (જે હાલ હયાત નથી) અમે બંને ઔષધીઓ હાથે ખાંડતા. પછી ઘંટી વસાવી અને કોરોનાકાળ પહેલા ગોંડલના મોવિયા રોડ પર ‘‘જય ભગવાન ઔષધ ભંડાર ફાર્મસી''શરુ કરી છે. ડો. નિર્મલ અહિંજ તેમની આયુર્વેદ દવાઓનું નિર્માણ કરે છે.
ગોંડલમાં ૧૮.૧૦.૧૯૫૦ ના રોજ જન્મેલા ડો.ભૂપતરાય નિર્મલે જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કર્યો અને ઇન્ટરશીપ જૂનાગઢમાં કરી હતી. કોલેજમાં ભણતા ત્યારે સાયકલના પણ પૈસા નહોતા એટલે ચાલીને જતા. તેઓને વનસ્પતિ પ્રત્યે એટલો લગાવ કે જાતેજ વનસ્પતિ અને ઔષધિઓ શોધવા નિકળી પડતા. જામનગર કોલેજના પ્રોફેસરો પણ કહેતા કોઇ વનસ્પતિ જોઇતી હોય તો કહેતા કે નિર્મલજીને બોલાવો. ડો.ભૂપતરાયને આ આયુર્વેદ વિજ્ઞાન વારસામાં મળ્યું હતું. તેમના પિતા પરમાનંદદાસ એ સમયે ગોંડલમાં રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસનર (આર.એમ.પી) હતા. ડોકટર સાહેબે વર્ષોના અનુંભવથી અનેક ઔષધિઓ શોધી છે. તેઓ કહે છે અમુક ઔષધિઓ અપ્રાપ્ય છે જેને કુદરતી અપ્રાપ્ય જ રાખવી પડે છે નહીંતર તેનો નાશ થઇ જાય. આવી ઔષધિઓ ભારતના અમુક સ્થાનમાં જ થાય છે અને રોગમાં ૭૨ કલાકમાં જ તેનું પરિણામ જોવા મળે છે.
આયુર્વેદ તબીબ શ્રી નિર્મલ કહે છે, હું ઘણા બધા રોગો પર કામ કરું છુ પરંતુ નિઃસંતાન અને લિવરના રોગોમાં સારામાં સારી સફળતા મળી છે. ૨૧ વર્ષ પહેલા સાદો કમળો કે ઝેરી કમળામાં આયુર્વેદમાં જે દવાઓ હતી બે થી ચાર મહિનામાં પરિણામ આપતી તેજ દવાઓ અત્યારે છે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ, ગ્લોબલ વોર્મિંગ અને ફાસ્ટફુડ જેવા ખોરાકને કારણે એ દવાઓ બહુ ઓછી અસર કરે છે. જેને સુધારવા હાલ હું રસાયણ દવાઓ પર જઇ સંશોધન કરી રહ્યો છુ. ડો.નિર્મલે અત્યાર સુધી નિઃસંતાન એવા અંદાજે ૫૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી પરિણામ અપાવ્યું છે.
કમળાની સારવાર પહેલા તો આયુર્વેદથી ૪૮ કલાકમાં જ ક્લિયર થઇ જતુ પણ હવે છેલ્લા ૨૦ વર્ષથી તે કહેવું મુશ્કેલ બન્યું છે. ભૂતકાળમાં અડધી કલાકથી બે કલાક માંડ બચી શકે તેવા કોમામાંથી નિકળેલા કમળાના કેસમાં ડો.નિર્મલે ત્રણ થી ચાર દિવસમાં સારવાર આપી સ્વસ્થ કરી દીધા હતા. નિઃસંતાન અને કમળા જેવા દર્દોમાં અનેક દવાઓ કરી થાકેલા દર્દીઓ ગોંડલ ખાતે આ તબીબ પાસે આવે છે. આજે આઇવીએફ કરતા પહેલા જો આયુર્વેદ દવા ૪ થી ૫ મહિના પહેલા નિઃસંતાન લોકો કરે તો આઇવીએફમાં સફળતાના ચાન્સ વધી જાય છે. જ્યારે આલ્કોહોલિક લિવર વાળા દર્દીઓની ૧૦ દિવસ દવા કરવાથી ખબર પડી જાય છે કે તેનો ઇલાજ થઇ શકશે કે નહી. એટલુંજ નહીં લિવર સીરોસીસવાળા દર્દીઓ પહેલા પહોંચી જાય તો આયુર્વેદ દવાથી ઇલાજ જો શકય બને તો થઇ શકે છે.
ગોંડલ ખાતે આવેલ રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટના ડો.ભૂપતરાય ટ્રસ્ટના પ્રમુખ છે. જે સંપૂર્ણ સેવા સાથે જોડાયેલ છે. આયુર્વેદ ક્ષેત્રે હજુ તેમના સંશોધનો ચાલે જ છે. તેઓ કહે છે, ડોંગરેજી મહારાજના આશીર્વાદથી સંશોધનો કર્યા છે અને હજુ ચાલુ જ છે. તેઓ સ્પષ્ટ વક્તા છે અને કોઇ પ્રેક્ટિસમાં શંકા લાગે તો સ્પષ્ટ ના પણ પાડી દે છે. અમુક ઔષધિઓનો શાષાોમાં ઉલ્લેખ નથી તે ઔષધિઓ ડો. નિર્મલે ૮ થી ૧૦ વર્ષની મહેનત પછી પ્રાપ્ત કરી છે. ડો. નિર્મલ કહે છે મારા પિતાના મિત્રએ ઔષધિઓની ઓળખનો માર્ગ બતાવેલો અને મારા અનુભવથી હું ઔષધિઓ ઓળખતા શીખ્યો. હાલ પણ અમૂક ઔષધિઓ લેવા હું જાતે જાઉં છુ. ગોંડના મોવિયા રોડ પર જય ભગવાન ફાર્મસીમાં હાલ નિર્મલ પરિવાર વારસાગત ઔષધિઓમાંથી વિવિધ રોગોની દવાઓ અને શાષાોક્ત રીતે ૨૫૦ થી ૩૦૦ પ્રકારની દવાઓનું ઉત્પાદન કરે છે જેનું હોલસેલ લેવલે સમગ્ર ગુજરાતમાં પણ વેચાણ કરે છે.
ડો. ભૂપતરાય નિર્મલના બે દિકરાઓ ભાવેશભાઇ નિર્મલ આયુર્વેદ ફાર્માસીસ્ટ છે અને હિતેષભાઇ નિર્મલ હોમિયોપેથી (બી.એચ.એમ.એસ) ડોકટર છે અને ગોંડલમાં જ પ્રેક્ટિસ કરે છે. વધુ વિગત માટે ડો. હિતેષભાઇ નિર્મલ ૯૫૭૪૫ ૮૪૬૮૪ પર સંપર્ક કરી શકાય છે. અકિલા ખાતે ડો. ભૂપતરાય નિર્મલ, ડો.હિતેષભાઇ નિર્મલ, જયસ્વાલ ન્યુઝ એજન્સી ગોંડલના જયમિતભાઇ જયસ્વાલ અને ગૌરાંગભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
રોગ કેટલો જુનો તેના પર પરિણામ આધારીત
રાજકોટઃડો. હિતેષભાઇ નિર્મલે કહ્યું હતું કે, અત્યારે લોકોમાં એવી માન્યતા છે કે, આયુર્વેદ અને હોમિયોપેથી બંને લાંબા સમયેજ પરિણામ આપે છે જે માન્યતા સદંતર ખોટી છે. તમારો રોગ કેટલો જુનો છે તેના પર પરિણામ આધારીત હોય છે. જો તુરતજ જાવ તો બીજા જ અઠવાડિયે પરિણામ મળે છે. ગોંડલ ખાતે હોમિયોપેથીમાં ડો. હિતેષભાઇ સારવાર કરે છે. તેઓ તમામ રોગોમાં કામ કરે છે પણ ખાસ કરીને ચામડીના રોગો અને પાચનક્રિયાને લગતા દર્દિઓ ખુબ આવે છે. તેમણે કેન્સરના દર્દીઓની પણ સારવાર કરી છે અને રીઝલ્ટ આપ્યા છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી સેવારત છે.
ગિરનારમાં ઔષધિઓ શોધતા સામે સાપ આવ્યો અને...
રાજકોટઃ આયુર્વેદમાં ઔષધિઓ શોધવા ડો.ભૂપતરાય નિર્મલે અનેક જંગલો અને વીડીઓ ખેડ્યા છે. તેઓ કહે છે, જ્યારે ૧૯૭૪ ની સાલમાં હું જૂનાગઢ ઇન્ટર્નશીપમાં હતો ત્યારે વનસ્પતિ જાણવા હું એકલો ગિરનાર અને ભવનાથ જતો રહેતો. ઉપર અંબાજીથી જંગલોની કેડીઓ ફરી વનસ્પતિ સંશોધન કરતો. એક વખત બન્યું એવુ કે અંબાજી ટુંક પરથી નીચે ઉતરતા કેડી રસ્તે ઔષધિઓ શોધતો ઉતરતો હતો. એ સમયે અચાનક મારા પગ પાસે સાપ આવ્યો. મે ઝડપ કરી અને કેડી રસ્તે આગળ વધ્યો જો થોડો પણ સમય વિલંબ કર્યો હોત તો સાપ ડંસ મારી જાત અને બીજી તરફ હું ખીણમાં ગબડી પડત. કયારેક ઔષધિઓ મળતી તો કયારેક ખાલી હાથે પાછા ફરવું પડતું.
(3:32 PM IST)










