<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

રાજકોટનાં ટીઆરપી ગેમઝોનના મેદાનમાંથી ફરી આગના લબકારાઃ ધુમાડાના ગોટેગોટા નિકળતા લોકો ભયભીત

રાજકોટઃ રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમ ઝોન કાંડમાં અનેક લોકોના મૃત્‍યુ થયા હતા. જેને લોકો આજે પણ ભૂલી શકયા નથી જયારે આજે સવારે રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનના મેદાનમાં ફરી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આજે સવારે ૧૦.૩૦ વાગ્‍યે આસપાસ ટીઆરપી ગેમઝોન પાસેથી પસાર થતા લોકોએ આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા હતા. અહીં હજી પણ ટીઆરપી ગેમઝોનનો કાટમાળ પડલો જોવા મળી રહ્યો છે. આગ અને ધુમાડાના ગોટેગોટાનો વિડીયો પણ સોશ્‍યલ મીડીયામાં વાયરલ થયો છે આ આગ શા કારણે લાગે તે અંગે તપાસ થઇ રહી છે.

(12:18 PM IST)