<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

શનિ મીન રાશિમાં પનોતી કંઇ રાશિને છે

કુમાર ગાંધીનું અવલોકન

તા. ર૯ માર્ચ ર૦રપ ના રોજ રાત્રે ર૧-૪૦ મીનીટે શનિ - મીન રાશિમાં પ્રવેશ કરશે.

અહિ દરેક રાશિને અલગ અલગ ફેરફારો થશે. અહીં લખેલ સમજ સામાન્‍ય છે. જેથી પોતાને અંગત રીતે આ ખબર થશે તેવું ન માનતા પણ વ્‍યકિતના પોતાના  જન્‍મના ગ્રહો અને કર્મો પ્રમાણે ફળ મળશે.

જેથી કોઇપણ રાશિવાળાઓએ ટેન્‍શન ન રાખવું. દરેક વ્‍યકિતને અલગ અલગ ફળ મળે.

મેષ રાશિ : સાડાસાતીનો પ્રથમ તબકકો લોઢાના પાયે આતંક-શારીરિક તકલીફો કર્તા દાયક

સિંહ રાશિ : નાની પનોતી લોઢાને પાયે  કષ્‍ટ દાયક - આંતરીક - શારીરિક તકલીફ.

ધન રાશિ :-  નાની પનોતી લોઢાને પાયે કષ્‍ટદાયક વધુ મહેનત કરાવે.

કુંભ રાશિ :- સાડા સાતીને છેલ્લો  તબબકો રૂપાને પાયે - આંતરીક માનસીક શારીરિક તકલીફ, આર્થિક લાભ અપાવે.

મીન રાશિ : સાડાસાતીનો બીજો તબબકો સોનાના પાયે કષ્‍ટ દાયક આંતરિક માનસીક, શારીરિક તકલીફો રહે.

પ્રિય વાંચકો આ જનરલ ફળાદેશ છે. જેથી તમારી રાશિ મેષ-સિંહ, કુંભ-ધન અથવા મીનના વાંચકો મનમાં જરાપણ વહેમ કે શંકા ડર ન રાખતા.

કારણ કે તમારા જન્‍મના ગ્રહો અને જન્‍મના શનિ તમારા કર્મો તમારો લોકો સાથે નો વહેવાર, તમારા ઉપર ભરોષો રાખતા લોકોનો કદાપી વિશ્વાસ ન તોડવો.

શકિત પ્રમાણે દાનપુન કરવું આર્થિક રીતે નબળા લોકોને પણ માન આપવું.

અને કર્જ ન કરવુ કોઇની ઇર્ષા ન કરવી. દેખાદેખી ન કરવી જો આટલુ ધ્‍યાન રાખશો તો શનિ દેવની કૃપા રહેશે અને પનોતી ચાલુ હશે તો પણ કોઇ તકલીફો નહીં. થાય.

આ મારો આઠ દાયકાનો અનુભવ લોકો સમક્ષ રજૂ કરું છું.

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:54 AM IST)