News of Monday, 24th March 2025
મોરબીના રહીશ વિરૂધ્ધ રૂ.૪૫,૨૫,૭૨૦ વસુલ મળવા અંગેનો દાવો મંજુર કરતી રાજકોટની સીવીલ કોર્ટ
એડવોકેટ દેવદત મહેતાની રજુઆતો ધ્યાનમાં લઈ સીવીલ કોર્ટ દ્વારા ૬% વ્યાજ સાથે રકમ ચુકવવાનો આદેશ

રાજકોટઃ આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ દ્વારા આ કામના પ્રતિવાદીને મિત્રતાના દાવે રૂ..૪૫,૨૫,૭૨૦ આપેલ હતા. તથા આ કામના પ્રતિવાદીના પતિને ધંધાકીય ઉપયોગ માટે હાથઉછીના નાણાની જરૂરીયાત હોવાથી આ કામના પ્રતિવાદીએ વાદીને તેમના નિવાસ સ્થળે જઈને વાત કરેલ જેથી આ કામના વાદી તથા પ્રતિવાદી બન્ને એકબીજા સહેલીઓ હોય જથી વાદીએ પ્રતિવાદીને રૂ.૪૫,૨૫,૭૨૦ આપેલ હતા.
તે નાણા આ કામના પ્રતિવાદી દ્વારા પરત ન કરતા વાદીને તેના વિરૂધ્ધ રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો કરવાની ફરજ પડેલ હતી. જે દાવામાં એડવોકેટ દેવદત મહેતા એ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો તથા હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજુ કરી રૂ.૪૫,૨૫,૭૨૦ વસુલ મળવા અંગે નામદાર અદાલતને અરજ ગુજારેલ હતી. જે અંગેની સુનાવણી બાદ નામદાર અદાલતએ રૂ.૪૫,૨૫,૭૨૦ ૬%ના વાર્ષિક વ્યાજ સાથે વસુલ મળવમ અંગેનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં વાદી વતી એડવોકેટ દેવદત બી. મહેતા રોકાયેલ હતા.
(1:22 PM IST)










