<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

શ્રેષ્‍ઠ પ્રિન્‍સિપાલ એવોર્ડ

 કડવીબાઇ  વિરાણી કન્‍યા વિદ્યાલયના આચાર્યશ્રી વર્ષાબેન ડવને ઇન્‍ડિયન ટેલેન્‍ટ ઓલમ્‍પિયાડ દ્વારા મુંબઇ ખાતેના સમારોહમાં શ્રેષ્‍ઠ પ્રિન્‍સિપાલનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ સ્‍પર્ધામાં જુદા જુદા રાજયોમાંથી સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. વર્ષાબેનના સારા દેખાવ બદલ આઇટીઓના ચેરમેન પી. ટી. ઉષા, પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી ડો. કિરણ બેદીજી, ઓલમ્‍પિયક મેડલ ટેનિસ ખેલાડી વિજેતા સાનિયા નેહવાલના હસ્‍તે આ એવોર્ડ આપી બહુમાન કરાયુહ તુ. જે કડવીબાઇ કન્‍યા વિદ્યાલયના ટ્રસ્‍ટીઓ, નિયામક હીરાબેન માંજરીયા અને સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યા હતા. 

(4:20 PM IST)