News of Monday, 24th March 2025
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી લિખિત પુસ્તક ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ'નું વિમોચન

રાજકોટ તા. ૨૪ : ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ' પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે યોજાયો હતો.
લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને તેમના વૈશ્વિક પભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક સાત પકરણો દ્વારા પ્રમુખસ્વામીજીના નિઃસ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે, જે કરુણા, સેવા અને શ્રદ્ધા જેવાં મૂલ્યોની પ્રેરણા આપે છે.
આ વિમોચન સમારોહમાં પ્રાસંગિક ઉદ્વબોધન અને સ્વાગત પ્રવચન બાદ ‘શ્રી પ્રમુખસ્વામી મહારાજઃ મારી દૃષ્ટિએ, મારો અનુભવ' કાર્યક્રમ અંતર્ગત લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂ. પ્રમુખસ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા.
ગુજરાતના સંસ્કળતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ, ગુજરાતના વિખ્યાત કવિ, સાહિત્યકાર, વિવેચક માધવ રામાનુજ, પાંચજન્ય સામયિકના પૂર્વ તંત્રી અને પૂર્વ સાંસદ તરુણ વિજય, કેન્દ્રીય સંસ્કળત વિશ્વવિદ્યાલય, દિલ્લીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, સંસ્કળતના પ્રકાંડ વિદ્વાન હરેકળષ્ણ સતપથી, લાલબહાદુર શાષાી યુનિવર્સિટીના કુલપતિ મુરલી મનોહર પાઠક, તિરૂપતિ સંસ્કળત યુનિવર્સિટીના કુલપતિ જી. એસ. આર. કળષ્ણમૂર્તિ, સોમનાથ સંસ્કળત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત સેનાપતિ, આઈ.આઈ.ટી ખડગપુરના પૂર્વ નિર્દેશક વિરેન્દ્રકુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને એક અભૂતપૂર્વ પુસ્તક તરીકે વધાવ્યુ હતુ. તેમજપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યો અને તેમના સંસ્મરણોને તાજા કાર્ય હતા.
સાહિત્ય અકાદમીના ડો. કે. શ્રીનિવાસ રાવ દ્વારા આ પુસ્તકના પ્રકાશન વિષેનીે માહિતી રજુ કરાઇ હતી. જયારે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ આ પુસ્તકમાં આપણા શાષાોનો સાર રજુ થયો હોવાનો ભાવ વ્યકત કર્યો હતો.
આ પસંગે સંસ્કળતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે પણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજની નિઃસ્વાર્થ સેવાઓને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
(2:59 PM IST)










