News of Monday, 24th March 2025
મહાત્મા ગાંધી ટ્રસ્ટના આદ્યસ્થાપક લાભુભાઇ ત્રિવેદી ‘ગુરૂ' બસ્ટ અનાવરણ વિધી

રાજકોટઃ વર્ષ ૧૯૬પથી શિક્ષણ ક્ષેત્રે પ્રવર્ત બનેલ સંસ્થા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના પાયાના પથ્થર, આદ્યસ્થાપક અને શિક્ષણ સેવાના જગતના ‘ગુરૂ' શ્રી લાભુભાઇ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષ સંસ્થા ઉજવી રહી છે ત્યારે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના શૈક્ષણીક સંકુલમાં ‘ગુરૂ' શ્રી લાભુભાઇ ત્રિવેદી બસ્ટ અનાવરણ વિધી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પરમપુજય સ્વામીશ્રી નિખિલેશ્વરા નંદજીના હસ્તે કરવામાં આવેલ. પ્રાસંગીક સ્વાગત, પ્રવચન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદીએ તથા પ્રાર્થના ગીતાબેન ચૌહાણ તથા શ્રી લાલબહાદુર શાષાી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહેલ. ટ્રસ્ટના ટ્રસ્ટી ધીરૂભાઇ ધાબલીયા, ડો.સ્મિતાબેન ઝાલા, પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઇ જોષી, ડો.પ્રિતીબેન ગણાત્રા, ડો.અજિતાબેન જાની, ડો.નીલુબેન લાલચંદાણી, તૃપ્તીબેન જોષી, વિનોદભાઇ ગજેરા, ડો.શૈલેષભાઇ સોજીત્રા, ભારતીબેન નથવાણી, સ્વાતીબેન પંડયા, હરિકૃષ્ણભાઇ પંડયા, સોનલબેન સાગઠીયા તથા શાળા કોલેજના આચાર્યઓ તેમજ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન સુનીલભાઇ જૈનુપુરાએ કરેલ.
(3:02 PM IST)










