News of Monday, 24th March 2025
એસ.ટી., રેલ્વે મુસાફરી ભાડામાં પેન્શનરોને રાહત આપોઃ વાર્ષિક સભા એલટીસી યોજનાનો લાભ આપો, આવકવેરામાંથી મુકિત અપાવો
રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજની ૩ એપ્રિલે વાર્ષિક સભા સંગીતનો કાર્યક્રમ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું સન્માન વાર્ષિક અહેવાલ રજૂ થશે

રાજકોટઃ જીલ્લા પેન્શનર્શ તથા સિનિયર સીટીઝન એસોસીએશન દ્વારા આગામી ત્રીજી એપ્રિલ ગુરૂવારના સવારે ૧૦:૩૦ કલાકે શ્રી મોહનભાઇ હોલ, ચૌધરી હાઇસ્કૂલ સામે, રાજકોટ ખાતે વાર્ષિક સાધારણ સભા અને અધિવેશન યોજાનાર છે.
કાર્યક્રમમાં જિલ્લા વશિષ્ટ પદાધિકારીઓ વરિષ્ઠ વિવિધ વિભાગોના અધિકારીઓ સ્વેચ્છિક સંસ્થા, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની રૂપરેખામાં દિપપ્રાગટય - પ્રાર્થના- પિયુષભાઇ હિન્ડોચા તથા સાથીદારોની‘‘વરિષ્ઠોની સાથે જીવન સંગીત''૭૦ વર્ષથી વધુ ઉમંરના વરિષ્ઠ સભ્યોનું શાલ ઓઢાડી સન્માન, મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદૃબોધન પ્રમુખશ્રી અને હોદેદાર દ્વારા વાર્ષિક અહેવાલ તથા આભાર વિધિ... વિગેરે કાર્યક્રમો થશે.
એપ્રિલ ર૦રપ થી નિવૃત થયેલા અધિકારી, કર્મચારીઓએ સભ્ય બનવા માટે ‘‘જિલ્લા પેન્શર્ન્સ મંડળની કચેરી, ભાવનગરનો ઉતારો, ત્રિકોણબાગે સંપર્ક કરવો અથવા શ્રી એમ.પી.મેહતા મો. ૯૯૦૪૨ ૫૩૯૧૧ અથવા શ્રી ભગુભાઇ ચૌહાણ મો.નં. ૯૨૨૮૪ ૮૫૭૦૨ સંપર્ક કરી શકાશે
આ વાર્ષિક સભામાં જિલ્લા પેન્શનરોના પ્રશ્નો જેવા કે ૧. નામદાર હાઇકોર્ટ/સુપ્રિમ ચુકદા મુજબ ર૦૦૬ પછી ૩૦ મી જુનના રોજ નિવૃત થયેલ કર્મચારીઓને ૧ જુલાઇના નોશનલ ઇજાફાનો લાભ તમામ અસરકર્તાને આપવો. ર. પેન્શનર આશ્રિત વિધવા, ત્યકતા કે અપરિણત પુત્રીને કેન્દ્રના ધોરણે આજીવન કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઇ કરી આપવા, ૩.રાજય પેન્શનરોને આવકની મર્યાદા ધ્યાને લીધા સિવાય આયુષ્માન કાર્ડ/માં કાર્ડકાઢી આપવા બાબત, ૪. રાજયના કર્મચારી/પેન્શનરોને કેન્દ્ર સરકારની સાથે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવા, પ. રાજય સરકારના પેન્શનરોને સરકારી કર્મચારીઓની જેમ દર ચાર વર્ષે અલ.ટી.સી યોજનાનો લાભ આપવા બાબત અન્યથા દર વર્ષે તિર્થ યાત્રા માટે એક માસનું પેન્શન જેટલી રકમ ચુકવવા,૬. રાજય પેન્શનરોને નિવૃત્તિ બાદ બેઝીક પેન્શનમાં પાંચ-પાંચ વર્ષે ક્રમશઃ વધારો આપવા,૭. હાલમાં રૂપાંતરીત પેન્શનની કપાત ૧૩ વર્ષ થાય છ તેના બદલે ૧૦ વર્ષ ૮ માસ થતાં બંધ કરવા બાબત (પંજાબના હાઇકોર્ટના ચુકાદા મુજબ), ૮. ર૦૦૪/ ર૦૦પ થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરી સને-ર૦૦૪ પહેલા અમલમાં હતી તે પેન્શન નીતિ ફરીથી અમલમાં લાવવા, ૯. તમામ પેન્શનરોને આવકવેરામાંથી મુકિત આપવા, ૧૦. નિવૃતી સમયે હાલમાં છેલ્લા પગારના ૭પ % લેખે પેન્શન તથા ૩૦ % દરે ફેમીલી પેન્શન ચુકવવામાં આવે છે. તેના બદલે છેલ્લ પગારના ૭પ% તથા પ૦% દરે ફેમીલી પેન્શન ચુકવવા, ૧૧. કોરોના સમ દરમ્યાન ફ્રીજ કરેલ મોંઘવારી ભથ્થા રાહતના ૧૮ મહિનાના તફાવતની રકમ પેન્શનરો ને ચુકવવા, ૧ર. ઉચત્તર પગાર ૧૦-ર૦-૩૦ વર્ષની યોજનાનો લાભ નિવૃત્ત કર્મચારીઓને પણ આપવા બાબત હાલ આ યોજના તા. ૧૯-૧૦-ર૦રર થી અમલી બનાવેલ છે તે રદ કરી તા. ૧-૭-ર૦૦૮ થી તા. ૧૮-૧૦-રર ના સમયગાળામાં નિવૃત્ત થયેલ કમૃચારીઓને પણ આપવા, ૧૩. સીનીયર સીટીઝન/ પેન્શનરોને એસ.ટી.બસમાં પ૦ % ભાડામાં રાહત આપવા, ૧૪. પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણના ચૂકવેલ નાણા ઉપર હાઇકોર્ટના ચુકાા મુજબ વ્યાજ ચુકવવા બાબત તથા નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ તા.ર૬-૧ર-૧૯૮પ પહેલા સીલેકશન ગ્રેડ મળેલ હોય અને ૧૯૬૮ પહેલાના નોકરીમાં દાખલ થયેલ હોય તેવા તા. ૩૧-૦૭-૧૯૯૪ પછી નિવૃત થયેલ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા, ૧પ. સને ૧૯૮૪ થી ૧૯૮૭ ના સમયગાળા દરમ્યાન રૂા.૩રપ/- ના ફીકસ પગારમાં ભરતી થયેલ શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણી તમામ લાભો આપવા,૧૬. રાજયમાં પેન્શનરો માટે ‘‘પેન્શનર સલાહકાર સમિતિ'' ની રચના કરવી, ૧૭. રેલ્વે મુસાફરીમાં ભાડામાં પેન્શનરોને પ૦% રાહત આપવા કેન્દ્ર સરકારમાં ભલામણ કરવા બાબત, ૧૮ દેશના તમામ પેન્શનરો માટે એકસમાન રાષ્ટ્રીય પેન્શન નીતિ અમલમાં મુકવા ચર્ચા વિચારણા કરવા.
તસ્વીરમાં રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજના પ્રમુખ શ્રી એ.એ. પંજા, ભાગુભાઇ એન. ચૌહાણ-ઉપપ્રમુખ, બાબુભાઇ પ્રજાપતિ, હર્ષદભાઇ વ્યાસ, કિશોરભાઇ જોષી, પિયુષભાઇ હિન્ડોચા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:52 PM IST)










