News of Monday, 24th March 2025
કલાર્પણમમાં બાળ પ્રતિભાઓ નિખરીઃ અદભૂત કલાપ્રદર્શન
આજે અંતિમ કાર્યક્રમઃ સાજે વેસ્ટઝોનની ૪૦ શાળાઓમાં બાળકો ૨૬થી વધુ કુતિઓ રજૂ કરશે

રાજકોટ, તા.૨૪: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રીદિવસીય સાંસ્કળતિક કાર્યક્રમ ૅપમૅ નું આયોજન તારીખ ૨૨, ૨૩, અને ૨૪ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સાંજે ૫ થી ૯, મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કુલ), જયુબેલી બાગ પાસે કરવામાં આવેલ છે.
ચેરમેન વિક્રમ પુજારાએ જણાવેલ કે કાર્યક્રમમાં બાળકો દ્રારા તા.૨૨ દેશભક્તિ, ધાર્મિક, ઐતિહાસિક પ્રસંગો, વીર શહીદોના પાત્રો, અલગ અલગ રાજ્યોની પરંપરાઓ, માં નો ગરબો, કાર્ટુન થીમ જેવી વિવિધ પ્રકારની ૨૬ કળતિઓ રજુ કરવામાં આવેલ હતી. દરેક કળતિઓ માટે તેની થીમ બેઝ આધારિત કોસ્ચ્યુમથી સજ્જ બાળકોએ ઉપસ્થીક સૌ કોઈ લોકોના મન મોહી લીધેલ હતા. સાથો સાથ શિક્ષણ સમિતિના શિક્ષક બહેનો દ્રારા પણ પરંપરાગત પહેરવેશ સાથે ગરબાની કળતિ રજુ કરવામાં આવેલ હતી.
કાર્યક્રમનો શુભારંભ ૨૨ ને રોજ કરવામાં આવેલ હતો તે દિવસે ઇસ્ટ ઝોનના ૬૮૭ બાળકો અને ૧૬ શિક્ષકો પોતાની વિવિધ કળતિઓ પ્રસ્તુત કરેલ. જેમાં ગુજરાત રાજ્યના સાંસદ પુરષોતમભાઈ રૂપાલા, મંત્રી કુવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, કમિશનર તુષાર સુમેરા IAS, શહેર પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ દોશી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ પૂર્વ ચેરમેન લાભુભાઈ ખીમાણીયા(આહીર), નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપના આગેવાન ઘનશ્યામભાઈ હેરભા, ડો. ડી. કે. શાહ, શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઈ લાલચેતા, મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, કિશોરભાઈ રાઠોડ, કંચનબેન સિદ્ધપુરા, લીતભાઈ વાડોલીયા, કિરણબેન માંકડીયા, કિશોરભાઈ મૂંગલપરા, નરેન્દ્રભાઈ દવે, રમેશભાઈ પરમાર, રસીલાબેન સાકરિયા, નરેન્દ્રભાઈ સોલંકી, કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરિયા, મંજુબેન કુંગસીયા, જે. ડી. ભાકર, રસિકભાઈ પટેલ, કાનાભાઈ દડંડ્યા, પરેશભાઈ લીંબાસીયા, અંકીતભાઈ દુધાત્રા, હસુભાઈ કાચા, બાબુભાઈ માટીયા, મનીષભાઈ ભટ્ટ, રાજુભાઈ ભંડેરી, દીપકભાઈ પટેલ, ડો. નવલશંકર શીલુ તથા વોર્ડના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થીત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવત, શાસનાધિકારી કિરિટસિંહ પરમાર અને શિક્ષણ સમિતિના તમામ સદસ્યઓને માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ, કાર્યક્રમ ઈન્ચાર્જ હિતેન્દ્રસિંહ જાડેજા અને શાળા પરીવાર કાર્યક્રમની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગથી શરૂઆત કરેલ.
(3:59 PM IST)










