<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

જિલ્લા પંચાયત કચેરીમાં લીફટ બગડીઃ સામાન્‍ય સભા ટાણે મુલાકાતીઓ ફસાયા

રાજકોટઃ જિલ્લા પંચાયતની કચેરી હાલ જુની કોર્ટ બિલ્‍ડીંગ ખાતે કાર્યરત છે. આજે સામાન્‍ય સભા હોવાથી પંચાયતના સભ્‍યો, અધિકારીઓ, મીડિયાના પ્રતિનિધિઓની અવરજવર મોટા પ્રમાણમાં હતી. એક લીફટ  અચાનક બગડતા, કેટલાક લોકો ફસાયા હતા તેમને સીકયુરીટી જવાન અને અન્‍ય લોકોએ માંડ બહાર કાઢયા હતા. મોટી સરકારી કચેરી હોવા છતા લીફટની સમસ્‍યા અવારનવાર  થતી હોવાની ફરીયાદો છે. ૭ માળની બિલ્‍ડીંગમાં લીફટ પ્રાથમિક સુવિધા ગણાય તેવી અધિકારીઓ અને પદાધિકારીઓને ખબર નહી હોય? (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

 

(4:01 PM IST)