News of Monday, 24th March 2025
શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્ટીના કેસનો અજગર ભરડોઃ ૧૭૭૪ દર્દી
મચ્છરજન્ય રોગ ગરમીમાં ઘટયા ડેન્ગ્યુનો એક દર્દી મનપાના ચોપડે નોંધાયોઃ પ૭૦ ઘરોમાં ફોગીંગઃ મચ્છર ઉત્પતિ સબબ ૪૬ ને નોટીસ

રાજકોટ તા.ર૪: શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો એક તથા શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૭૭૪ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. ઉપરાંત ટાઇફોઇડના ૩ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૭ માર્ચ થી તા. ર૩ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુનો ૧ કેસ નોંધાયા છે. જયારે ચિકનગુનીયા તથા મેલેરીયાના કેસ નોંધાયો નથી.
શરદી-તાવના
૧૭૭૪ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭પ૯ તેમજ સામાન્ય તાવના ૭૮૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ રર૧ કુલ ૧૭૭૪ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૦૩ર૯ તેમજ સામાન્ય તાવના ૮૮૮૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ર૦ર૦ તથા ટાઇફોડનો ૪૬ તેમજ કમળાના ૧૭ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ
૪૬ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ર૦૪પ૯ ૫ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા પ૭૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૪પ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૬ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:11 PM IST)










