News of Monday, 24th March 2025
વિવાદીત કેકેવી બ્રિજ ગેમઝોનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે નહિ : યાદીમાંથી બાદબાકી
બુધવારે ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કટારીયા ચોકડીએ થ્રી્રલીયર બ્રિજ સહિત પ૬પ કરોડના વિવિધ પ્રોજેકટના કામોનું લોકાર્પણ-ખાતુમુહુર્ત થશે પરંતુ કાલાવડ રોડ પરના ગેમઝોનનો સમાવેશ નહિ

રાજકોટ, તા. ર૪ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી બુધવારના મ્યુનિ. કોર્પોરેશન અને રૂડાના અનેક પ્રોજેક્ટોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવાના છે. પ્રજાને ઉપયોગી હોય તે પ્રકારના અનેક પ્રોજેક્ટના લોકાર્પણના તાજેતરમાં કે.કે.વી. હાઈલેવલ બ્રીજ નીચે બનાવવામાં આવેલ. ગેમઝોન અને લોકાર્પણ કાર્યક્રમના લીસ્ટમાંથી કાઢી નખાતા ચર્ચા જાગી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કાલાવડ રોડ ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ નીચે આત્મીય કોલેજની સામે અલગ અલગ પ્રકારની ગેમ માટે ગેમઝોન તૈયાર કરવામાં આવ્યું છે. ગેમઝોનની જાહેરાત થતાં જ લોકો દ્વારા તેનો ભારે વિરોધ થયો હતો. બન્ને સાઈડ સર્વિસ રોડ હોવાના કારણે અકસ્માતોનો ભય ઝઝુમતો રહે છે તેવી રજુઆત પણ કરેલ તેવી જ રીતે કોંગ્રેસ દ્વારા પણ આ ગેમઝોનનો ભારે વિરોધ કરી ગેમઝોનના સ્થળે ધરણા સહિતના કાર્યક્રમો આપ્યા હતાં.
છતાં કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી ગેમઝોનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને હવે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે ત્યારે જ બુધવારના રોજ રાજકોટ આવતા મુખ્યમંત્રીના હસ્તે ગેમઝોનનું લોકાર્પણ કરવામાં આવેતેમ વિચારવામાં આવેલ, પરંતુ અન્ય કારણોસર કે.કે.વી. બ્રીજ નીચે તૈયાર થયેલ વિવાદીત ગેમઝોનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવાનું માંડી વાળ્યું હતું.
(4:53 PM IST)










