<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સમસ્‍ત બક્ષીપંચ સમાજ રાજકોટ દ્વારા ડો.માધવ દવેનું સન્‍માન

રાજકોટઃબક્ષીપંચ સમાન શ્રેષ્‍ઠીઓ દ્વારા ફર્ન હોટલ રાજકોટ ખાતે રાજકોટ શહેર ભાજપના નવનિર્વાચિત પ્રમુખશ્રી માધવભાઈ દવેનું સન્‍માનનું કાર્યક્રમ તેમજ બક્ષીપંચ સમાજ શ્રેષ્‍ઠીઓનું સ્‍નેહમિલન શ્રી.પરશોતમભાઈ રૂપાલાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાએલ.  આ કાર્યક્રમમાં શ્રીમતી ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી) શ્રી રામભાઈ મોકરીયા (સંસદ રાજ્‍યસભા) શ્રી ઉદયભાઈ કાનગડ (ધારાસભ્‍ય) શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર), શ્રી રમેશભાઈ ટીલાળા(ધારાસભ્‍ય), શ્રી કરણભાઈ માલધારી, તનસુખભાઈ ગોહેલ (એડવોકેટ) શ્રીમતી લીલુબેન જાદવ (શાશક પક્ષ નેતા), શ્રીમતી રક્ષાબેન બોળીયા (પૂર્વ મેયર) પ્રજાપતિ સમાજ અશોકભાઈ ગોરવાડીયા, નિતીનભાઈ ઘાટલિયા, દલસુખભાઈ જાગાણી, આહિર સમાજ-લાભભાઈ ખીમાણીયા, કાળુભાઈ હેરભા, ઘનશ્‍યામભાઈ હેરભા, નિર્મલભાઈ મેતા, દરજી સમાજ-ઉમેશભાઈ ધામેચા, મધુભાઈ પરમાર, લુહાર સમાજ-રાજુભાઈ સિદ્ધપુરા, કમલેશભાઈ સિદ્ધપુરા, રાજપુત સમાજ-માવજીભાઈ ડોડીયા/ચંદુભા પરમાર/મુકુંદભાઈ રાઠોડ, કડિયા સમાજ-હસુભાઈ કાચા/ચંદુભાઈ ગરનારા, દશનામ ગોસ્‍વામી સમાજ-ડો. મનીષભાઈ ગોસાઈ/સંજયભાઈ ગોસ્‍વામી/વિજયભાઈ ગોસ્‍વામી/હિરેનભાઈ ગોસ્‍વામી, ધોબી સમાજ- રમણીકભાઈ-મોડાસીયા/ધર્મેશભાઈ ચુડાસમા, કોળી સમાજ- સોમભાઈ ભાલીયા/રમેશભાઈ પરમાર/બાબુભાઈ ઉઘરેજા, મોચી સમાજ- હસુભાઈ ચુડાસમા/કીન્નરીબેન ચૌહાણ, સતવારા સમાજ-શાંતિભાઈ પરમાર/દિનેશભાઈ કણજારીયા,માલધારી સમાજ-બાલાભાઈ બોળીયા/નાથાભાઈ ટોળિયા/બાબુભાઈ માટીયા/રાજેનભાઈ સિંધવ, કડિયા કાઠીયાવાડી સમાજ-કાળુભાઈ પરમાર/દિનેશભાઈ રાઠોડ, સુથાર સમાજ-રશીકભાઈ બદ્રકીયા/જેન્‍તીભાઈ તલસાણીયા, લોધા સમાજ-વિનોદભાઈ જરોલી/કેતનભાઈ જરીયા, સીધ્‍ધપુરીયા બારસાગ રાજપુત સમાજ-ભાર્ગવભાઈ ડોડીયા/ધર્મેન્‍દ્રસિંહ ચૌહાણ, કાઠી દરબાર સમાજ-રાજેન્‍દ્રસિંહ જેબલિયા/સત્‍યેન્‍દ્રભાઈ ખાચર, સગર સમાજ-પ્રતાપભાઈ બેલડીયા/આનંદભાઈ કરથીયા, રામાનંદી સાધુ સમાજ-નરેન્‍દ્રભાઈ કુબાવત/રાજુભાઈ નિમાવત/વિનોદભાઈ કુબાવત/તરુણભાઈ નિમાવત, ખાંટ રજપૂત સમાજ- કાનજીભાઈ મોરબીયા/દિલીપભાઈ કંદોરિયા, દેવીપુજક સમાજ- નટુભાઈ મકવાણા, ગઢવી સમાજ- આનંદભાઈ ગઢવી/નરેન્‍દ્રભાઈ જીબા, બારોટ સમાજ-ઘનશ્‍યામભાઈ બારોટ/મહેશભાઈ બારોટ. માલી સમાજ-ખેતસિંહભાઈ પરમાર/હિતેશભાઈ સોલંકી/રમેશભાઈ સોલંકી, વાળંદ સમાજ-દીપકભાઈ પનારા/ગીરધરભાઈ બગથરિયા, રબારી સમાજ-વિરમભાઇ સભાડ ઉપસ્‍થિત રહેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બક્ષીપંચ સમાજની યુવાટીમ વિપુલભાઈ માખેલા, સંદીપભાઈ ગોહિલ, નીલેશભાઈ પાટડિયા,હરિભાઈ ચૌહાણ, નરેન્‍દ્રભાઈ મકવાણા એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં બક્ષીપંચ સમાજના ૪૧૧ શ્રેષ્ઠીઓ તેમજ યુવા પાંખ તેમજ મહિલા પાંખે હાજરી આપેલ. વોર્ડ નં-૧૪ ના કોર્પોરેટર નીલેશભાઈ જલુના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો આ કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઘાટલીયાએ તેમજ આભારવિધિ લલીતભાઈ વાડોલીયાએ કરેલ હતી.

(4:07 PM IST)