<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

તબિબી અધિક્ષકના નામવાળુ બોર્ડ ઉતારી લેવાયું: કુંડલીયાએ રજૂઆત કરી હતી

રાજકોટ તા. ૨૪: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાના નામનું બોર્ડ એક ખાનગી હોસ્‍પિટલ ઉપર પણ લગાડાયુ હોઇ શહેર કોંગ્રેસની હાથ સે હાથ જોડો સમિતીના કલ્‍પેશ કુંડલીયા સહિતે આ મામલે કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. દરમિયાન આ હોસ્‍પિટલમાંથી હવે તબિબી અધિક્ષકના નામનું બોર્ડ ઉતારી લેવામાં આવ્‍યું હોઇ ન્‍યાયીક લડતની જીત થયાનું કલ્‍પેશ કુંડલીયાએ એક યાદીમાં જણાવ્‍યું છે.

(4:07 PM IST)