News of Monday, 24th March 2025
ભાજપમાં ગયેલા કાર્યકારો ફરી કોંગ્રેસમાં જોડાયાઃ ખેસ પહેરાવી આવકાર

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા અગાઉ ભાજપ પક્ષમાં ગયેલ કોંગ્રેસ પક્ષના નેતા-આગેવાન-કાર્યકરોને પુનઃ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો છે. આ તકે પુનઃ કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરતાં ભાર્ગવ પઢિયાર, ભાવેશ ખાચરિયા, હાર્દિકભાઈ સોહેલિયા, ગૌરવ ચૌહાણ, ચંદ્રેશ જાદવ, વિપુલ ચૌહાણ બકુલભાઈ મારુ, ધુપાલસિંહ પરમાર, નરેનેદ્રસિંહ વાઘેલા, વિજય મકવાણા, મિલન પરમારને રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:08 PM IST)










