News of Monday, 24th March 2025
શાંતિનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલીકા દ્વારા વોર્ડનં.૧માં રૂા.૪૬.૮૯ લાખના ખર્ચે ડ્રીમ સીટી મેઇન રોડ તેમજ શાંતીનગર જુદા જુદા વિસ્તારોમાં ‘‘જન ભાગીદારી યોજના'' હેઠળ પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુર્હુત ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું. આ ખાત મુર્હુત કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, ડો.અલ્પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, પ્રભારી કાથડભાઇ ડાંગર, વોર્ડનં.૧ના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહામંત્રી નાગજીભાઇ વરૂ, ગૌરવભાઇ મહેતા, લલીતભાઇ વાડોલીયા, રામભાઇ આહીર, જયદિપસિંહ જાડેજા, હિમેશભાઇ મારૂ, મોહીતભાઇ શીયાર, સજીવનસિંહ જાડેજા, કાનાભાઇ ખાણધર, તેજસ ત્રિવેદી, રાજુભાઇ વાડોલીયા, રાજુભાઇ ચૌહાણ, સેજલબેન ચૌધરી, દીગેશભાઇ વાઘેલા, વિપુલભાઇ શુકલ, લાલાભાઇ જોગરાણા, રાજુભાઇ જુંજા, શકિતસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ સરવૈયા, મગનભાઇ પટેલ, ગંભીરસિંહ ચાવડા, જયુ સાંગડીયા, વિજયભાઇ રાઠોડ, કૃણાલભાઇ પરમાર, હર્ષાબા જાડેજા, મયુરીબા પરમાર, ડિમ્પલબેન વિસ્તારના અગ્રણીઓ તથા રહેવાસીઓ હાજર રહેલ. વોર્ડનં.૧માં પ૪ર૦ ચો.મી.માં આ કામ થવાથી ડ્રીમ સીટી મેઇન રોડ તેમજ શાંતીનગર જુદા જુદા વિસ્તારોના લોકોને ફાયદો થશે.
(4:12 PM IST)










