News of Monday, 24th March 2025
રવિવારે ચેટીચાંદ મહોત્સવઃ જય ઝુલેલાલ સેવા ગ્રુપ દ્વારા ઉજવાશેઃ વિવિધ કાર્યક્રમો

રાજકોટઃ ચેટીચાંદ મહોત્સવ તા.૩૦ના રવિવારના ૧૦૭પમો જન્મોત્સવ ભગવાનશ્રી ઝુલેલાલ સાંઇનો જન્મોત્સવ શ્રી હરમંદીર સાહેબ જન્મોત્સવ જય ઝુલેલાલ સેવા ગૃપ શ્રી હરમંદીર સાહેબ રામનાથપરા દ્વારા ઉજવવામાં આવશે.
હરમંદીર ખાતે સવારના ૧૦ કલાકે આરતી પલો ૧૦:૩૦ કલાકે પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. ચણા, તાયરી, દાળ પકવાન, દુધ કોલ્ડ્રીકસ સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. જય ઝુલેલાલ સેવા તરફથી રાત્રી ૯ કલાકે ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે.
આયોજનને સફળ બનાવવા અજીતભાઇ લાલવાણી, ધનરાજભાઇ લાધાણી, ગુરમુખભાઇ વિધાની, કમલેશભાઇ આહુજા, અશ્વીનભાઇ વિધાની, અનીલભાઇ વિધાની, દિનેશભાઇ ગોરી, દિપેશ રાજેન્દ્રભાઇ જાનવાણી, દેવ ધનરાજભાઇ રાઘાણી, કરણ જીતુભાઇ આહુજા જહેમત ઉઠાવી રહયાં છે.
(4:12 PM IST)










