News of Monday, 24th March 2025
બુધવારે મુખ્યમંત્રીના હસ્તે રાવળ સમાજને ૧૭૪ પ્લોટની સનદ વિતરણ
રાવળ સમાજ દ્વારા ભુપેન્દ્રભાઇ પટેલને આવકારવા થઇ રહેલ તડામાર તૈયારીઓઃ ગોપાલ બોરાણા

રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી ર૬મીના બુધવારે રાજકોટ આવી રહયાં છે. કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસે અંધમાતૃ આશ્રમ રોડની પાછળ ધ પેરેડાઇઝ પ્લેસ બેન્કવેટ હોલ ખાતે તેઓ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે પીપળીયા ગામ ખાતે રાવળદેવ સમાજને ફાળવેલ ૧૭૪ પ્લોટના સનદ વિતરણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર છે.
તા.ર૬ને બુધવાર સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા પ્રથમવાર સમસ્ત રાવળ સમાજના આંગણે આવી રહયાં હોય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને આવકારવા તડામાર તૈયારીઓ થઇ રહી છે. ૧૭૪ પ્લોટની સનદ વિતરણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ રાવળ સમાજ તથા સૌરાષ્ટ્રના રાવળ સમાજના મુખ્ય આગેવાન ઉપસ્થિત રહેશે.
આ આયોજનને સફળ બનાવવામાં સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, રાજેશભાઇ બોરાણા, મહેશભાઇ ગોહેલ, નીરવભાઇ વાણીયા, નરેશભાઇ મેર, લક્ષ્મણભાઇ પરમાર, રાજેન્દ્રભાઇ સોઢા, ધર્મેશભાઇ સોઢા, સુનીલભાઇ પેથાણી, દિવ્યેશભાઇ ભોજક, કમલેશભાઇ મચ્છોયા, અમુભાઇ સોઢા, ખીમજીભાઇ સોઢા, હરીશભાઇ જોગેલા, અંકીતભાઇ ગોહેલ, ગીરીશભાઇ બોરાણા, હિતેશભાઇ પેથાણી, મેહુલભાઇ જોગીયાણી, અંકીતભાઇ બોડા, પ્રકાશભાઇ જોગેલા, ચેતનભાઇ રાઠોડ, મનોજભાઇ મીયાત્રા, લાલજીભાઇ ભોજક, મોહનભાઇ મછોયા, સુનીલભાઇ બોરાણા, બકુલભાઇ રાઠોડ, જયદીપભાઇ જોગીયાણી, હિતેનભાઇ કેસુર, આકાર મકવાણા સહીત કાર્યકરો જહેમત ઉઠાવી રહયાં છે.
આ પ્રસંગે શ્રીમતી ભાનુબેન બાબરીયા(મંત્રી સામાજીક ન્યાય અને અધિકારીતા મહીલા અને બાળ કલ્યાણ વિભાગ), સાંસદશ્રી પરસોતમભાઇ રૂપાલા, (રાજયસભાના સાંસદ), શ્રી રમેશભાઇ ટીલાળા (ધારાસભ્ય), શ્રીબીનાબેન આચાર્ય (ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી), શ્રી જયમીન ઠાકર (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર), શ્રીઉદયભાઇ કાનગડ (ધારાસભ્ય), શ્રીજીતુભાઇ વાઘાણી (ધારાસભ્ય), ડો.માધવભાઇ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), શ્રીલીલુબેન જાદવ (શાસક પક્ષના નેતા), ડો.દર્શીતા શાહ (ધારાસભ્ય), શ્રી ભરતભાઇ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), શ્રીનરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર), શ્રીમનીષભાઇ રાડીયા (દંડક), શ્રીરાજુભાઇ ધ્રુવ (સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા) તેમજ શ્રીતુષાર સુમેરા (આઇએએસ) (મ્યુનિ.કમિશ્નર), શ્રીપ્રભવ જોષી (આઇએએસ) (કલેકટર) અને શ્રીઅનંદુ સુરેશ ગોવિંદ (આઇએએસ) (જીલ્લા વિકાસ અધિકારીરી રાજકોટ) ઉપસ્થિત રહેશે.
(4:14 PM IST)










