<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

આજી નદીમાં અખાદ્ય નમકીન પેકેટ નાખવા બદલ સેલ્‍સમેનને રૂા.૧૦,૦૦૦નો દંડ કરાવાયો

 

રાજકોટ તા.ર૪: શહેરની વચ્‍ચેથી પસાર થતી આજી નદીના રામનાથપરાના બેઠા પુલની બાજુમાં ડો.હેપી નમકીનના એકસપાયરી ડેટ વાળા નમકીન પેકેટનો મોટો જથ્‍થો નાંખવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલીકાના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા આ બાબતે તપાસ હાથ ધરતા ડો.હેપી નમકીન લોધીકાના ખાંભા ગામે કંપને આવેલ હોય તે કંપનીનો સંપર્ક કરતા તેમના ડીસ્‍ટ્રીબ્‍યુટર પાનસેથી રૂા.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ આ એકસપાયરી ડેટવાળા નમકીનના જથ્‍થાનો યોગ્‍ય નિકાલ કરવામાં આવેલ.

આ કામગીરી નાયબ મ્‍યુનિસીપલ કમિશ્નર એચ.આર.પટેલના માર્ગદર્શન અને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીની સુચના હેઠળ પુર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર વી.આર.ચાવડા તથા વોર્ડ નં.૬ના સેનેટરી સબ ઇન્‍સપેકટર મહેશ ગાંગાણી દ્વારા કરવામાં આવેલ.

(4:16 PM IST)