<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ્‌ ભાગવત કથાનો પ્રારંભઃ આજે નૃસિંહ જન્‍મ, કાલે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ

કથાનું રસપાન કરાવતા શાષાી દિનેશભાઇ ત્રિવેદીઃ ર૮મીએ કથા સંપન્‍ન

રાજકોટઃ શહેરના મવડી વિસ્‍તારમાં જસરાજનગર શેરીનં.૧માં આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે તા.રરના શનિવારથી તા.ર૮ના શુક્રવાર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કથાનો સમય બપોરે ૩ થી ૭નો રહેશે.

શાષાીશ્રી દિનેશભાઇ જે.ત્રિવેદી મહારાજના વ્‍યાસાસને આયોજીત આ ભાગવત કથામાં આજે નૃસિંહ જન્‍મ, કાલે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, બુધવારે કૃષ્‍ણ બાળલીલા, ગુરૂવારે રૂક્ષમણી વિવાહ, શુક્રવારે પરીક્ષીત મોક્ષનો પ્રસંગ ઉજવાશે. શુક્રવારે સાંજે ૬:૩૦ વાગે કથાની પુર્ણાહુતી થશે. આયોજનક શ્રી બિલેશ્વર મહાદેવના ભાવિકો અને યજમાનશ્રી જયેશભાઇ પરમાર (ભગવતી મોટર ગેરેજ) દ્વારા ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:20 PM IST)