News of Monday, 24th March 2025
નમસ્કાર મહામંત્ર એટલે ગુણોને નમસ્કારઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા.
દર વર્ષે ૯ એપ્રીલે વર્લ્ડનવકાર ડેની ઉજવણી કરાય છે

રાજકોટઃ નમસ્કાર મહામંત્ર એટલે ગુણોને નમસ્કાર ! જૈનધર્મના ઉપદેશ ગ્રંથો ૩૨ આગમમાંથી ૩૨માં આગમ શ્રી આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન એટલે શ્રી નમસ્કાર મહામંત્ર !
નમસ્કાર મહામંત્ર એ કોઈ વ્યક્તિને નમસ્કાર નથી પણ ગુણોને નમસ્કાર છે, પછી એ ગુણો વિશ્વની કોઈપણ વ્યક્તિમાં હોય, એને મારા નમસ્કાર છે. જેમ-જેમ વ્યક્તિની આકળતિમાં નમસ્કળતિ આવવા લાગે, વ્યવહારમાં નમસ્કારના ભાવ આવવા લાગે, તેમ-તેમ વ્યક્તિના કષાયો શાંત થવા લાગે, અવગુણો દૂર થવા લાગે.
નમસ્કાર મહામંત્રને ‘‘મંગલ'' કહેવાય છે કેમ કે, નમસ્કાર મહામંત્રનું સ્મરણ નીય ગોત્રકર્મનો ક્ષય કરાવે છે અને ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરાવે છે. નમસ્કાર હંમેશાં વ્યક્તિને નહીં, ગુણોને જ કરવા જોઈએ કેમ કે, ગુણોને કારણે જ વ્યક્તિ મહાન બને છે, શ્રેષ્ઠ બને છે. કોઈપણ શ્રેષ્ઠતા ગુણથી જ પ્રગટ થાય છે.
પછી તે સંસારનું ક્ષેત્ર હોય કે ચાહે ધર્મનું ક્ષેત્ર હોય, વ્યક્તિને ગુણો જ ગમે છે અને ગુણવાળી વ્યક્તિ જ ગમે
નમસ્કાર મહામંત્રની આરાધનામાં ગમે તેવા પ્લોબલેમનું નિરાકરણ લાવવાની, આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરવાની, કર્મોને ક્ષય કરવાની ક્ષમતા છે, શરત માત્ર એટલી કે નમસ્કાર મહામંત્ર પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા હોવા જોઈએ, આરાધનામાં આત્મિક ભાવ અને હૃદયનો ઉલ્લાસ હોવા જોઈએ અને નમસ્કાર મંત્રનું સ્મરણ શાષાોક્ત વિધિ પ્રમાણે કરવું જોઈએ.
નમસ્કાર મહામંત્રનું માત્ર ધર્મની દૃષ્ટિએ સ્મરણ કરવાનું ન હોય, વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજી, એના લોજીક અન સિક્રેટસને જાણી, સુવિધિ પ્રમાણે એની પ્રોસેસ કરી, એમાં અંતરના ઉત્કળષ્ટ ભાવોને ભેળવીને અત્યંત શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાધના કરવાથી એમાં રહેલી દિવ્ય શક્તિ અને ક્ષમતાને અનુભવવાની હોય, ત્યારે જ તેની સિદ્ધિ પ્રાપ્ત થાય.
નમસ્કાર મહામંત્રનું સ્મરણ એ દુનિયાના સર્વ ગુણવાન વ્યક્તિઓના ગુણોને અહોભાવથી વંદન કરી, સ્વયંના આત્મગુણોનું પ્રાગટય કરવાની શ્રેષ્ઠ સાધના છે.
સમૂહમાં એક જ સમયે ગૂંજતો મંત્રધ્વનિ અને એમાંથી પ્રગટતી મંત્રની ઊર્જાના દિવ્ય પરમાણુઓ વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિની ક્ષમતા ધરાવનાર હોય છે.
(4:21 PM IST)










