News of Monday, 24th March 2025
આ.ભ.શ્રી તીર્થભદ્રસુરીશ્વરજી મ.આ. ઠા.-૬પ ની વલસાડમાં પધરામણી
અધ્યાત્મ યોગી આ.શ્રી કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજના શિષ્ય

રાજકોટ, તા., ૨૪ : અધ્યાત્મયોગી આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આ. ભ. શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજા ૬૫ સાધુ સાધ્વીજી ભગવંત સાથે ચેન્નાઇ (મદ્રાસ)થી વિહાર કરી વલસાડ ખાતે પધાર્યા હતા. પૂજયશ્રી દ્વારા માંગલિક, અને જાહેર પ્રવચન આપી જૈન ધર્મના શ્રાવક શ્રાવિકાઓ ને પ્રવચન દરમિયાન ભાઈઓ ને કહ્યું કે આપ રોજ સવારે ઉઠીને રાત્રે સુવા સુધી જે ભાગ દોડ કરી રહ્યા છો, શા માટે માત્ર ને માત્ર પૈસા કમાવીને બેન્ક બેલેન્સ કરવા માટે..? હવે ઘણું દોડ્યા અને ઘણું કમાવી લીધું અને ઘણું બેન્ક બેલેન્સ કર્યું હવે માત્ર ને માત્ર ધાર્મિક માર્ગે ચાલો અને પુણ્યનું કાર્ય કરી પુણ્યનું ભાથુ બાંધો અને પોતાની આત્માનું કલ્યાણ થાય એવા કાર્ય કરો.
આચાર્ય ભગવંતના વંદન, દર્શન કરવા માટે મુંબઈ, વાપી, વલસાડ, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા તથા આજુબાજુના ગામોમાં વસવાટ કરતા જૈન સમાજ ના ભાઈઓ-બહેનોએ ધન્યતા અનુભવી હતી.
(4:26 PM IST)










