News of Monday, 24th March 2025
શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય તથા જય ગિરનાર ધામ ખાતે જિનાલય, મંદિરનું ભૂમિ પૂજન-શિલા સ્થાપન
પૂ.આ.ભ.જયશેખરસૂરી મ.ની નિશ્રામાં મંગળવાર-ગુરૂવાર આયોજન

રાજકોટ, તા.૨૪: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય એટલાન્ટિસ હિલ્સ, રૈયાધાર, ૮૦ ફૂટ રોડ, ખાતે મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, પદ્માવતી માતા અને લક્ષ્મી માતા મંદિરનું કાલે તા.૨૫ને મંગળવારના સવારે ૪:૪૫ વાગ્યે ભૂમિ પૂજન અને શીલા સ્થાપનનો કાર્યક્રમ પ. પૂ.આ.ભ. શ્રીમદ વિજય જયશેખરસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં ત્યારબાદ પ્રભાવના રાખવામાં આવેલ છે.
ભૂમિપૂજન અને મુખ્યશીલાના લાભાર્થી તેમજ પ્રભાવના નો લાભ લેનાર લાભાર્થી નરેન્દ્રભાઈ કાંતિલાલ મહેતા (ભાણવડવાળા) હઃ ચિરાગભાઈ મહેતા છે તેમ મહેશભાઈ મણીયાર (મો.૯૪ર૭૭ ર૦૩૩૧), વિપુલભાઈ દોશી (મો.૯રર૮૭ ૬પ૬૮૮), નિતેશભાઈ શાહ (મો.૯૪૨૬૨ ૨૦૨૧૬) તથા ચિરાગભાઈ મહેતા (મો.૯૯૯૮૮ ૮૮૨૮૨)ની યાદી જણાવે છે.
જય ગિરનાર ધામ
જય ગિરનાર ધામ સદભાવના વળદ્ધાશ્રમ સંકુલ જામનગર રોડ રામપર રાજકોટના પુનિત આંગણે શ્રી નેમનાથ ભગવાનના જિનાલય તથા શ્રી અંબિકા માતાજી અને ચૌમુખ શિખરબદ્ધ મંદિરના ભૂમિપૂજન શીલા સ્થાપનનો કાર્યક્રમ ગુરુવારના તારીખ ૨૭ના રોજ સવારે ૪:૪૫ કલાકે પ.પૂ.આ.દેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા. આદી ઠાણાની નિશ્રામાં રાખવામાં આવેલ છે. નુતન શ્રી નેમનાથ ભગવાનના જિનાલય, કુળદેવી શ્રી અંબિકાદેવીના શિખરબદ્ધ મંદિરના શીલા સ્થાપન તેમજ ગુરુદેવ શ્રી જયાનંદસૂરીશ્વરજી મ. સા., શ્રી કુબેર દેવ, શ્રી લક્ષ્મી માતાજી અને અધિષ્ઠાયીકા શ્રી અંબિકા માતાજીના ચૌમુખ શિખરબદ્ધ મંદિરના ભૂમિપૂજન, શીલા સ્થાપન યોજાશે.
સંપૂર્ણ જિનાલયની નવશીલા સ્થાપનના લાભાર્થી પન્નાબેન કૌશિકભાઈ ખોખાણી પરિવાર હઃઅલ્પાબેન ચૈતન્યભાઈ ખોખાણી, મયુરીબેન રોહિતભાઈ ખોખાણી, ચિ. હર્ષિત, ચિ ધર્મીન, કુળદેવી શ્રી અંબિકા માતાજીના શિખરબદ્ધ મંદિરના શીલા સ્થાપનના લાભાર્થી નિર્મળાબેન ધન્વંતરાય ગાંધી પરિવાર હઃ મૌનિકાબેન દિવ્યેશભાઈ ગાંધી, મિશેલ જયભાઈ ગાંધી, વિધિબેન મલયકુમાર મહેતા, કુ. જીઆ જયભાઈ ગાંધી, ગુરુદેવ શ્રી જયાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી કુબેરદેવ, શ્રી લક્ષ્મી માતાજી અને અધિષ્ઠાયીકા શ્રી અંબિકા માતાજીના ચૌમુખ શિખરબદ્ધ મંદિરના ભૂમિ પૂજન શીલા સ્થાપના લાભાર્થી એક ગુરુભક્ત પરિવાર છે. કાર્યક્રમ પૂર્ણ થયેલ ભાવિકો માટે નવકારશીના લાભાર્થી શ્રી પન્નાબેન કૌશિકભાઈ ખોખાણી પરિવાર છે.
સકળ સંઘના ભાઈઓ બહેનોને પધારવા શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ રાજકોટના મહેશભાઈ મણીયાર, વિપુલભાઈ દોશી, નિતેશભાઈ શાહની યાદી જણાવે છે.
(4:27 PM IST)










