<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ગુરૂપ્રસાદ ચોકમાં ફરસાણના વેપારીની નજર ચુકવીને ગ્રાહકના સ્‍વાંગમાં આવેલો રિક્ષાચાલક રોકડ ચોરી ગયો : જુઓ વિડિયો

વિશાલભાઇ ચંદારાણાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદઃ બીજા બનાવમાં રેસ્‍ટોરન્‍ટમાં જમીને હાથ ધોવા ગયેલા યુવાનનો મોબાઇલ ટેબલ પરથી ચોરાઇ ગયોઃ ગાંધીગ્રામમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૪: ચોરીના બે અલગ અલગ બનાવ બન્‍યા છે. જેમાં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલી ફરસાણની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલો રિક્ષાચાલક વેપારી અંદર કામમાં હોઇ થડામાંથી રોકડ ચોરી ભાગી ગયો હતો. બીજા બનાવમાં કેકેવી હોલથી ઇન્‍દિરા સર્કલ વચ્‍ચે આવેલા રેસ્‍ટોરન્‍ટમાં જમવા બેઠેલો યુવાન હાથ ધોવા ગયો અને પાછો આવ્‍યો ત્‍યાં સુધીમાં ટેબલ પરથી તેનો મોબાઇલ ફોન કોઇ ચોરી ગયું હતું. પ્રાપ્‍ત માહિતી મુજબ  મગોકુલધામ સોસાયટી કલ્‍પના નામના મકાનમાં બ્‍લોક નં. ૧૯૨માં ભાડેથી રહેતાં  અને ગુરૂપ્રસાદ ચોકમાં સિતારામ ડેરી સામે બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન ચાલવતાં વિશાલભાઇ નિતીનભાઇ ચંદારાણા (ઉ.વ.૩૪) નામના વેપારી યુવાને માલવીયાનગર પોલીસમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે. વિશાલભાઇના કહેવા મુજબ ૨૩મીએ હું મારી દુકાને હતો. સાંજે છએક વાગ્‍યે એક ઓટો રિક્ષાાવાળો દુકાને ગ્રાહક તરીકે આવ્‍યોહ તો. હું અંદર માલસામાન ગોઠવતો હતો ત્‍યારે તેને ઉભા રહેવાનું કહેતાં તે દુકાનના થડા સામે ઉભો હતો. હું મારો કામ પતાવી આવ્‍યો ત્‍યારે એ માણસ હાજર નહોતો. ત્‍યારે થડાની પેટીનું ખાનુ ખુલ્લુ જોવા મળ્‍યું હતું. તેમાંથી રૂા. ૫૦૦૦ રોકડા ગાયબ હતાં. ગ્રાહક તરીકે આવેલો આ રિક્ષાચાલક તેની રિક્ષા લઇ ભાગી ગયો હતો. સીસીટીવી કેમેરામાં ફુટેજ ચેક કરતાં તે રોકડ ચોરી કરતો જોવા મળ્‍યો હતો. મેં ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં વિશાલભાઇએ કહેતાં માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્‍યારે બીજા બનાવમાં સાણંદમાં જી.બી. રોડ દેવવિહાર એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને કંપનીમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં દિપેશભાઇ હરસુખભાઇ પીઠડીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો છે.

 આ યુવાન ૨૩મીએ રાજકોટ કામ માટે આવ્‍યો હોઇ દોઢસો ફુટ રીંગ રોડ પર કેકેવી હોલથી ઇન્‍દિરા સર્કલ વચ્‍ચે સાંઝા ચુલ્‍હા રેસ્‍ટોરન્‍ટ ખાતે જવમાગયો હતો. ત્‍યાં ટેબલ પર મોબાઇલ ફોન રાખ્‍યો હતો.

જમીને હાથ ધોવા ગયો અને પરત આવ્‍યો ત્‍યાં રૂા. ૨૧૫૧૮ની કિંમતનો ઓપ્‍પો કંપનીનો તેનો મોબાઇલ ગાયબ હતો. કોઇ ટેબલ પરથી આ ફોન ચોરી ગયું હોઇ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તસ્‍વીરોમાં રિક્ષા ઉભી રાખી ફરસાણની દુકાન પાસે આવી થડામાંથી રોકડ લઇ પરત રિક્ષામાં બેસી રવાના થઇ જતો શખ્‍સ કેમેરામાં કેદ થયો હતો તે દ્રશ્‍યો જોઇ શકાય છે.

(4:42 PM IST)