<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

મુંબઇ એમડી લેવા યાસ્‍મીનને સાથે લઇ જનાર જામનગરની સાયરા પણ ઝડપાઇ

૧૯.૮૯ લાખના ડ્રગ્‍સમાં જામનગરની યાસ્‍મીન, અઝહરૂદ્દીન પછી વધુ એક મહિલાની રાજકોટ રેલ્‍વે પોલીસે ધરપકડ કરી અગાઉ બંને સાથે ગયેલી, પછી યાસ્‍મીન એકલી ખેપ મારવા ગઇ હતીઃ પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમની આગળ વધતી તપાસ

રાજકોટઃ શહેરના જંકશન રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી રેલ્‍વે એસઓજી, એલસીબીએ જામનગરની યાસ્‍મીન સેતાને રૂા. ૧૯.૮૯ લાખના એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લીધા બાદ આગળની તપાસ રાજકોટ રેલ્‍વે પોલીસે હાથ ધરી હતી. એમડી મંગાવનારા અઝહરૂદ્દીન ઉર્ફ અઝરૂને ગઇકાલે ઝડપી લીધા બાદ હવે વધુ એક ખેપીયા તરીકે કામ કરતી મહિલા સાયરા ઇમરાન સાલેમામદ ભાગેડ (ઉ.વ.૩૧- રહે. સરકારી આવાસ બ્‍લોક-૧૧, રૂમ-૭, જામનગર)ની પણ ધરપકડ કરી લેવાઇ છે. તપાસમાં ખુલ્‍યા મુજબ યાસ્‍મીન સેતાને ઝડપી લેવાયા બાદ તેણે પોતાને જામનગરના અઝહરૂદ્દીને મુંબઇ મોકલી હોવાનું અને મુંબઇથી નિઝામે ડ્રગ્‍સ આપ્‍યાનું કબુલ્‍યું હતું. આથી રેલ્‍વે પોલીસે અઝરૂને દબોચી લીધો હતો. તેની પુછતાછમાં ખેપીયા તરીકે કામ કરતી સાયરાનું નામ ખુલ્‍યુ હતું. આથી સાયરાને પકડી લેવાઇ હતી. સાયરા પહેલી વખત યાસ્‍મીનને પોતાની સાથે મુંબઇ લઇ ગઇ હતી અને બંને ત્‍યાંથી ડ્રગ્‍સ લઇ આવી હતી. બીજી ખેપમાં યાસ્‍મીન એક સગીરને લઇને ગઇ હતી અને રાજકોટમાં પકડાઇ ગઇ હતી. રેલ્‍વે પોલીસ અધિકારી પરિક્ષીતા રાઠોડ, સી.પી. મુંધવાની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, એએસઆઇ કાંતિલાલ, વેજભાઇ, હેડકોન્‍સ. મેહુલભાઇ, જયવિરસિંહ, કોન્‍સ. વિષ્‍ણુભાઇ, કોન્‍સ. અસ્‍મીતાબેન, ટેકનીકલ સ્‍ટાફના પ્રવિણભાઇએ આ કામગીરી કરી હતી

(11:25 AM IST)