News of Tuesday, 25th March 2025
રાજકોટ જિલ્લામાં ૭૧ આરોપીઓના ગેરકાયદે વિજ કનેકશન કાપી ૩પ લાખના દંડની વસુલાત
૧૦ શખ્સોને પાસામાં ધકેલાયાઃ ૧૩૩ ઇસમો સામે અટકાયત પગલાઃ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ગુંડાતત્વો સામે કડક કાર્યવાહી જીલ્લામાં ગેરકાયદે પ બાંધકામો દુર કરાયાઃ ધોરાજીમાં બે ઇસમોએ દબાણવાળી જગ્યાએ સેલ્ફ ડિમોલેશન કરી નાખ્યું!

રાજકોટ તા. રપ :.. રાજય પોલીસ વડાની અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સુચના અન્વયે રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ૭૧ આરોપીઓના ગેરકાયદે વિજ કનેકશન કાપી ૩પ લાખના દંડની વસુલાત કરાઇ હતી.
રાજકોટ ગ્રામ્ય, પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર, શરીર સબંધી ગુનાઓ, મિલકત સબંધી, ગેરકાયદેસર ખનન, તેમજ વારંવાર ગુન્હાઓ કરતાં જિલ્લાના કુલ-૨૩ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવેલ કુલ-૩૪૦ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આ ઇસમોના ગેર કાયદેસર બાંધકામ તથા સરાકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વિજજોડાણ તથા ગેર કાયદેસર નાણાકીય વ્યવહાર, અગાઉના ગુન્હામાં મળેલ જામીન બાદ આચરેલ ગુન્હાઓ મળ્યેથી જામીન રદની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશ ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીપાર અંગેના પગલા લેવા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવેલ હતી.
જીલ્લામાં આજદિન સુધી કુલ-૭૧ આરોપીઓ વિરૂધ્ધ PGVCL સાથે સંકલનમાં રહી ગેરકાયદેસર વિજ કનેકશન કાપવામાં આવેલ અને જેનો દંડ રૂ.૩૫,૧૪,૭૯૪/- વસુલાતની કાર્યવાહી કરવામાં આવેલ છે
તેમજ પ્રોહીબીશનના બુટલેગરો, માથાભારે અસામાજિક ઇસમો વિરૂધ્ધ કુલ- ૧૦ પાસા દરખાસ્ત તૈયાર કરી મુકવામાં આવેલ અને કુલ-૪૦ ઇસમો વીરૂધ્ધ હદપારી દરખાસ્ત મુકવામાં આવેલ તેમજ આજદિન સુધી કુલ ૮૯- ઇસમો વિરુધ્ધ પ્રોહી-૯૩- તેમજ ૨૩- ઇસમો વિરુધ્ધ બી.એન.એન.એસ. ૧૪૧ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ, તેમજ ૧૫-ઇસમો વિરૂધ્ધ બી.એન.એન એસ કલમ ૧૨૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ ૦૬ -ઇસમો વિરૂધ્ધ બી.એન.એસ. ૧૨૯ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ, આમ કુલ-૧૩૩ ઇસમો વિરૂધ્ધ અલગ-અલગ કાયદાની જોગવાઈ મુજબ અટકાયતી પગલા લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જિલ્લાના વિસ્તારોમાં આવેલ ગેર કાયદેસર પાંચ જગ્યાઓ ઉપર કરવામાં આવેલ બાંધકામ તથા દબાણ દુર કરવા માટે જે-તે વિભાગો સાથે સંકલનમાં રહી કામગીરી કરવામાં આવેલ છે તેમજ ધોરાજી ખાતે બે- અસામાજીક ઇસમો દ્વારા દબાણ વાળી જગ્યાએ (સેલ્ફ) ડિમોલેસન કરી નાખેલ છે.
તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ રાખી જિલ્લામાં અસામાજિક પ્રવળતિ કરતાં ઇસમો મળી આવતાં તેના વિરુધ્ધ જી.પી.એકટ -૧૩૫ મુજબ કુલ- ૦૮ કેસો તથા એમ વી.એકટ ૧૮૫ હેઠળના કુલ-૧૮ કેસો અને પ્રોહીબીશનના કુલ-૮૬ કેસો, અને જુગારધારાના કુલ ૧૩ કેસો કરવામાં આવેલ છે.
(12:01 PM IST)










