News of Tuesday, 25th March 2025
દેવપરા પાસે વિવેકાનંદનગરના મધુકુમારી શ્રીવાસ્તવનું બેભાન થઇ ગયા બાદ મોત
નવાગામ સોખડા રોડ પર રહેતાં રિક્ષાચાલક નાથાભાઇ રાઠોડ ઘરે ઢળી પડયા બાદ મૃત્યુઃ હાર્ટએટેક જીવલેણ નીવડયો

રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ દેવપરા પાસે વિવેકાનંદનનગર-૨માં રહેતાં મધુકુમારી ધનંજયકુમાર શ્રીવાસ્તવ (ઉ.વ.૨૬) નામની પરિણીતા સવારે સાડા પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મધુકુમારીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેણીનો પતિ ધનંજયકુમાર ભઠ્ઠીમાં લેબર વર્ક કરે છે. આ દંપતિ મુળ બિહારનું વતની છે. તેણીને કીડનીની બિમારી હોઇ તબિયત બગડતાં પ્રથમ ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં દાખલ કરાઇ હતી. પરંતુ દમ તોડી દીધો હતો.
બીજા બનાવમાં કુવાડવા રોડ સાત હનુમાન પાસે સોખડા રોડ પર રહેતાં રિક્ષાચાલક નાથાભાઇ માણસુરભાઇ રાઠોડ (ઉ.વ.૫૨) રાતે સાડા નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારે કહ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, કાનભાઇ, ધર્મેન્દ્રભાઇએ ભક્તિનગર, કુવાડવા પોલીસને જાણ કરી હતી.
(2:19 PM IST)










