News of Tuesday, 25th March 2025
કીટીપરામાં ઘર મોડી રાતે મુકેશ અને ભાઇ અજય પર છ શખ્સોનો છરી-પાઇપથી હુમલોઃ પાંચ પકડાયા
સંદિપ, સની, અર્જુનને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બીજા ત્રણ જણાને બોલાવી તૂટી પડયાઃ બંને રિક્ષચાલક ભાઇઓને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: જંકશન પ્લોટના ગાયકવાડી પાસે કીટીપરામાં મોડી રાતે ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને રિક્ષાચાલક યુવાને દૂર જવાનું કહેતાં આ ત્રણેયએ છરી, પાઇપથી હુમલો કર્યો હતો. તેની સાથે બીજા ત્રણ જણાએ પણ સામેલ થઇ હલ્લો મચાવતાં રિક્ષાચાલકનો ભાઇ વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરાયો હતો. હુમલામાં કીટીપરા આવાસ યોજના પાસે છાપરામાં રેહતાં રિક્ષાચાલક મુકેશ ઉર્ફ મેહુલ મધુભાઇ ભોણીયા (ઉ.વ.૩૦) અને તેના કાકાનો દિકરો અર્જુન બટુકભાઇ ભોણીયા (ઉ.વ.૩૫)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, કાનાભાઇ, ધર્મેન્દ્રભાઇએ કરતાં ં પ્ર.નગર પોલીસે મુકેશ ઉર્ફ મેહુલની ફરિયાદ પરથી કીટીપરાના અર્જુન ઉમેશ ભોણીયા, સની નટુભાઇ કુવાદીયા, સંદિપ નટુભાઇ કુવાદીયા, નવઘણ ઉમેશભાઇ ભોણીયા, ઉમેશ ભાણજીભાઇ ભોણીયા અને રોહિત રવિભાઇ ભોણીયા વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી નવઘણ સિવાયના પાંચને પકડી લીધા છે.
મુકેશ ભોણીયાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહું છું. રાતે સાડા બારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે ઘર બહાર છાપરા પાસે અર્જુન, સની, સંદિપ અંદરો અંદર ગાળાગાળી કરતાં હોઇ જેથી મેં અમારા ઘર પાસે ગાળો નહિ બોલવા સમજવાતાં ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતાં અને મને તથા મારા કાકાના દિકરા અજય બટુકભાઇ ભોણીયા (ઉ.વ.૩૫) ઉપર છરી અને પાઇપથી હુમલો કરાયો હતો. જેમાં અજયને હોઠ પર અર્જુને છરી મારી દીધી હતી અને પગ પર સંદિપે પાઇપના ઘા ફટકાર્યા હતાં. મને પણ માર માર્યો હતો. દેકારો થતાં બીજા શખ્સો ઉમેશ, નવઘણ, રોહિત આવી ગયા હતાં અને તેણે પણ અમને બંને ભાઇઓને માર માર્યો હતો.
ઘર પાસે અર્જૂન, સની, સંદિપને ગાળો બોલવાની ના પાડતાં તેણે હુમલો કર્યો હતો. જેમાં બીજા ત્રણ જણાએ પણ સામેલ થઇ અમને બંને ભાઇઓને માર માર્યો હતો. તેમ ધવુમાં મુકેશ ઉર્ફ મેહુલે કહેતાં પ્ર.નગર પીઆઇ વસાવા, પીઆઇ ડોબરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે ગુનો નોંધી રાતોરાત પાંચને પકડી લીધા હતાં. નવઘણ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૬)ᅠ
(2:25 PM IST)










