તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th March 2025
બ્રહ્મસમાજ તથા આહીર સમાજના અગ્રણીઓ મનિષભાઇ મડેકા અને ઘનશ્યામભાઇ હેરભાની ભાવભરી જાહેર અપીલ
રાજકોટ લોહાણા મહાજન અને પૂ. જીગ્નેશદાદાના સંગાથે પવિત્ર ભાગવત કથાનો અમુલ્ય લ્હાવો લઇએ

રાજકોટ, તા. રપઃ વિશ્વના મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સોશ્યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું અલૌકીક-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ લોહાણા મહાજન અને પૂ. જીગ્નેશદાદાના સંગાથે યોજાનાર પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો અમુલ્ય લ્હાવો તમામ ભાવિકોએ અચુક લેવો જોઇએ તેવી ભાવભરી જાહેર અપીલ બ્રહ્મસમાજના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ મડેકા (રોલેક્ષ રીંગ્સ) તથા આહીર સમાજના અગ્રણી, પી.ડી.એમ. કોલેજના પ્રેસીડેન્ટશ્રી ધનશ્યામભાઇ હેરભા દ્વારા કરવામાં આવી છે.
રાજકોટના આંગણે શ્રી કૃષ્ણ ભગવાનની અનેરી ભકિત કરવાની તથા ભાગવત સપ્તાહના તમામ પવિત્ર ઉત્સવોમાં તરબોળ થવાની તક આવી છે ત્યારે તમામ સમાજોના ભાવિકો પુણ્યનું ભાથું બાંધીને ધન્ય બનશે તેવું પણ શ્રી મનિષભાઇ મડેકા અને શ્રી ઘનશ્યામભાઇ હેરભાએ જણાવ્યું હતું.
(4:08 PM IST)










