<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

વિવિધ વેપારી એસો., યજમાનો, સંસ્‍થાના સેંકડો સભ્‍યો ભાગવત સપ્તાહ થકી પૂણ્‍ય કમાશે

રાજકોટ લોહાણા મહાજન અને પૂ. જીગ્નેશદાદાના સંગાથે ::અલગ-અલગ મીટીંગોમાં એક જ સૂર : સૌરાષ્‍ટ્ર-રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર રાધે રોધેનો નાદ ગૂંજશે : શ્રીકૃષ્‍ણ ભકિતનો જબ્‍બર માહોલ ; ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ભકિતમય વાતાવરણમાં લાખો ભાવિકો કથા શ્રવણ કરશેઃ રોજ હજ્‍જારો લોકો મહાપ્રસાદ લેશે. ; લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ સુપર્બ આયોજન કરવા સતત દોડી રહ્યા છે ;અકિલા લાઇવ'ના માધ્‍યમથી વિશ્વના લાખો ઘર બેઠા પવિત્ર ભાગવત સપ્તાહને સાંભળી નિહાળી શકશે.

રાજકોટ, તા., ૨૫ : વિશ્વનું સૌથી મોટુ  લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અને તેઓના આત્‍માની શાંતિ માટે ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ રાજકોટ ખાતે પવિત્ર ૧ર૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્‍ય-દિવ્‍ય-અલૌકીક આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પવિત્ર ભકિતમય વાતાવરણમાં લાખો ભાવીકો કથા શ્રવણનો લાભ લેશે. દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવીકો વૈષ્‍ણવો, સનાતનીઓ ભાવપુર્વક મહાપ્રસાદનો લાભ લેશે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને યોજાનાર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાજકોટના વિવિધ વેપારી એસોસીએશનો, યજમાનો, સંસ્‍થાઓના સેંકડો સભ્‍યો ભાગવત  સપ્તાહ થકી પુણ્‍ય કમાશે. વિવિધ એસોસીએશનો, યજમાનો, સંસ્‍થાઓની મિટીંગોમાં એક જ સુર જોવા મળ્‍યો હતો કે  સમગ્ર સૌરાષ્‍ટ્ર-રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેનો નાદ ગુંજશે. શ્રી કૃષ્‍ણ ભકિતનો જબ્‍બર માહોલ સર્જાશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે.  સમગ્ર વિશ્વના લોકો પવિત્ર ભાગવત સપ્તાહને ઘર બેઠા નિહાળી સાંભળી શકે તે માટે અકિલા લાઇવ દ્વારા અપ ટુ ડેટ નેટવર્ક ગોઠવવામાં આવી રહયું છે.

સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ સહકાર-હુંફ મળી રહયા છે.

રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ સુપર્બ આયોજન કરવા સતત દોડી રહયા છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ સંદર્ભે વિવિધ એસોસીએશનો, યજમાનો, સંસ્‍થાના હોદેદારો, સભ્‍યોની મીટીંગ મળી હતી. જેમાં રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ટ્રસ્‍ટીઓ ઉપરાંત રાજકોટના દાણાપીઠ વેપારી એસો.ના શ્રી જતીનભાઇ બગડાઇ, ધનસુખભાઇ રાયચુરા, ચેતનભાઇ તન્ના સહીતના સભ્‍યો, ધર્મેન્‍દ્ર રોડ વેપારી એસો.ના શ્રી હિતેષભાઇ અનડકટ, ઉમેશભાઇ માનસતા, શશીકાંતભાઇ રાયઠઠ્ઠા, રૂપેશભાઇ રાચ્‍છ,  વ્‍યોમેશભાઇ ડ્રેસવાલા, રાજુભાઇ રાજવીર વિગેરે સભ્‍યો, સાંગણવા ચોક વેપારી એસોસીએશનના સુનિલભાઇ છગ સહિતના સભ્‍યો, પરાબજાર વેપારી એસો.ના સભ્‍યો, રઘુવંશી અગ્રણીઓ શ્રી જીતુભાઇ બદીયાણી, મેહુલભાઇ નથવાણી, આર્કીટેકટ શ્રી નિલેશભાઇ ભોજાણી, સંજયભાઇ ક્કકડ, ડો.ભાવનાબેન શીંગાળા, માલાબેન કુંડલીયા, કિરીટભાઇ કેશરીયા, અશોકભાઇ કુંડલીયા, યોગેશભાઇ જસાણી, રમણભાઇ કોટક,  પ્રકાશભાઇ સુચક, અજયભાઇ ઠકરાર, મુકેશભાઇ તન્ના, હિતેષભાઇ પોપટ, ડો.હિમાંશુભાઇ ઠક્કર, અશોકભાઇ હિન્‍ડોચા સહિતના મહાનુભાવો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

ચૈત્રી નવરાત્રી પ્રારંભ તા. ૩૦ માર્ચના રોજ બપોરે બે વાગ્‍યે વિરાણી હાઇસ્‍કુલના ગ્રાઉન્‍ડથી વિશાળ શોભાયાત્રા શરૂ થઇને એસ્‍ટ્રોન રોડ (સરદારનગર મેઇન રોડ)થી યાજ્ઞીક રોડ થઇને રેસકોર્ષ મેદાન જશે.

શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્‍ય-દિવ્‍ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતી રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી, શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર,  એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનીષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર,  મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતી અલ્‍કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતી ભાવીનીબેન ખખ્‍ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમીનીસ્‍ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલીકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવીકભાઇ ખેરડા, દર્શીતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવીકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહીતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(3:06 PM IST)